Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

કોર્ટ કેસની વર્ચ્યુઅલ કામગીરી શેર કરવા મામલે સુપ્રીમ કોર્ટની ચેતવણી : એડવોકેટ ,વાદી , તથા પ્રતિવાદી માટે નક્કી કરાયેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ નક્કી કરેલી સંખ્યામાં જ વિડિઓ કોન્ફરન્સ લિંક શેર કરી શકાશે

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે એડ્વોકેટ્સ ઓન રેકોર્ડ્સ તથા વાદી તેમજ પ્રતિવાદી માટે જાહેર કરેલી સૂચના મુજબ  વિડિઓ કોન્ફરન્સ લિંક નક્કી કરાયેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ નક્કી કરેલી સંખ્યામાં જ  શેર કરી શકાશે .જેનો ભંગ કરનાર ઉપર પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી આપી છે.

સુપ્રીમ કોર્ટે 4 જુલાઈના રોજ નક્કી કરેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ વિડિઓ કોન્ફરન્સ ચાલુ હોય તેવી બે લિંક તથા જોનાર માટેની એક લિંક લાગતા વળગતા પક્ષો માટે નક્કી કરાઈ છે.સિવાયકે વધુ માટે નામદાર કોર્ટે મંજૂરી આપી હોય.

તેમ છતાં નામદાર કોર્ટના ધ્યાનમાં આવ્યા મુજબ વિડિઓ કોન્ફરન્સિંગ લિંક બે કરતા વધુ એડવોકેટ સાથે શેર કરાઈ રહી હોવાનું જોવા મળ્યું છે.ઉપરાંત જેઓની જુબાની ન હોય તેવા એડવોકેટ પણ દલીલ કરતા જોવા મળી રહ્યા છે.આથી આવી લિંક નક્કી કરેલી સંખ્યા કરતા વધુ સંખ્યામાં શેર થવાથી કામગીરીમાં ખલેલ પહોંચે  છે.તેમજ આ બાબત  સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ના ભંગ સમાન છે.તેવી ચેતવણી સુપ્રીમ કોર્ટએ આપી હોવાનું બી એન્ડ બી દ્વારા જાણવા મળે છે.

(7:27 pm IST)