Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડી : ક્રેટિનાઇનના સ્તરમાં અચાનક વધારો

ડાયાબિટીસના દર્દી લાલુ પ્રસાદની કિડની 25 ટકા કામ કરે છે : ડાયાલીસીસની જરૂર પડી શકે

નવી દિલ્હી : રિમ્સમાં ઇલાજ માટે દાખલ લાલુ પ્રસાદ યાદવની તબિયત થોડી વધુ લથડી છે. ડાયાબિટીસના દર્દી હોવાને કારણે, તેમના ક્રેટિનાઇનના સ્તરમાં અચાનક વધારો થયો છે. રિમ્સમાં લાલુ યાદવની સારવાર કરી રહેલા ડોક્ટરના કહેવા પ્રમાણે, જો તેમની તબિયત લથડતી રહે તો થોડા દિવસોમાં ડાયાલીસીસની જરૂર પડી શકે છે. રિમ્સ મેનેજમેન્ટની માહિતી પણ હાઈકોર્ટને આપવામાં આવી છે. હાઇકોર્ટે રિમ્સ મેનેજમેન્ટ પાસેથી લાલુ યાદવની તબિયત અંગેનો રિપોર્ટ પણ માંગ્યો હતો

રિમ્સના ડોકટરોના જણાવ્યા મુજબ, હાલમાં લગભગ 25% જેટલી જ કિડની પર લાલુપ્રસાદ યાદવ જીવી રહ્યા છે. તાજેતરના દિવસોમાં તેમા 10 ટકાનો ઘટાડો થયો છે. જો તે વધુમાં 10-12 ટકાનો ઘટાડો થાય છે, તો તેઓને ડાયાલિસિસની જરૂર પડી શકે છે.

લાલુની લથડતી તબિયત તબીબો માટે ચિંતાનો વિષય બની છે. લાલુને રિમ્સમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે કિડની 3 બી ના સ્ટેજ પર હતી. હવે તે સ્ટેજ -4 પર પહોંચી છે. બે વર્ષથી, કિડનીએ ઇન્સ્યુલિન અને ડોકટરોની દેખરેખ હેઠળ વધુ સારું કામ કર્યું હતું, પરંતુ હવે તે ફરી એક વખત બગડવાનું શરૂ થયું છે. રિમ્સ ચિકિત્સકોના જણાવ્યા અનુસાર, જો કોરોના ચેપનું જોખમ ન હતું, તો લાલુ પ્રસાદને એઈમ્સમાં વધુ સારી સારવાર માટે પણ મોકલી શકાય છે.

(7:26 pm IST)