Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

કેરળમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીની તારીખ જાહેર : 8, 10 અને 14 ડિસેમ્બરે ત્રણ તબક્કામાં મતદાન થશે

12 નવેમ્બરે ચૂંટણીનુ જાહેરનામુ :નવી વહીવટી સમિતિ 31 ડિસેમ્બર સુધી કાર્યભાર સંભાળશે

નવી દિલ્હી : રાજ્ય ચૂંટણી પંચની માહિતી મુજબ કેરળમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ 8, 10 અને 14 ડિસેમ્બરે ત્રણ તબક્કામાં યોજાશે.8 ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં- તિરુવનંતપુરમ, કોલ્લમ, પઠાણમથીત્તા, અલાપ્પુઝા અને ઇડુક્કી માં, બીજા તબક્કામાં 10 ડિસેમ્બરે કોટ્ટયામ, અર્નાકુલમ, ત્રિશુર, પલક્કડ અને વાયનાડમાં અને ત્રીજા અને અંતિમ તબક્કામાં 14 ડિસેમ્બરના રોજ કાસરગોડમાં, કન્નુર, કોઝિકોડ અને મલપ્પુરમમાં સંપન્ન થશે.

 

રાજ્યના ચૂંટણી કમિશનર વી. ભાસ્કરનના જણાવ્યા અનુસાર, 12 નવેમ્બરે ચૂંટણીનુ જાહેરનામુ બહાર પાડવામાં આવશે. આ ચૂંટણીઓમાં કોરોનાના પ્રોટોકોલનું કડક પાલન કરવામાં આવશે. નવી વહીવટી સમિતિ 31 ડિસેમ્બર સુધી કાર્યભાર સંભાળશે.કોરોના રોગચાળાને કારણે, નવેમ્બરમાં યોજાનારી આ ચૂંટણીઓ મુલતવી રાખવામાં આવી હતી.

(7:21 pm IST)