Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ધારાસભ્યો અને સંસદ સભ્યો વિરુદ્ધ ચાલતા ક્રાઇમ કેસમાં હવે વધુ મુદતો આપવાનું બંધ કરો : સાક્ષીઓને જરૂર પડ્યે સુરક્ષા માટે મંજૂરી આપો : સુપ્રીમ કોર્ટે ત્રણ ન્યાયધિશોની ખંડપીઠનો આદેશ

ન્યુદિલ્હી : દેશના જુદા રાજ્યોના વર્તમાન તથા પૂર્વ  ધારાસભ્યો તથા સાંસદો વિરુદ્ધ લાંબા સમયથી ચાલી રહેલા ક્રાઇમ  કેસની મોટી સંખ્યા જોઈ સુપ્રીમ કોર્ટએ દેશની તમામ અદાલતોને આવા કેસનો તાત્કાલિક નિકાલ કરવાની સૂચના આપી હતી. જેના અમલ માટે  જણાવ્યું છે  કે આવા કેસમાં હવે વધુ મુદતો આપવાનું ટાળો.તેમજ કોર્ટના સ્થળથી દૂર રહેતા  સાક્ષીઓને જરૂર પડ્યે સુરક્ષા માટે મંજૂરી આપો.જે માટે તેમના દ્વારા અરજી થાય તેવું  જરૂરી નથી.કારણકે તેમની જિંદગીનું મૂલ્ય છે.

બીજેપી લીડર તથા એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે ધારાસભ્યો અને સંસદ સભ્યો વિરુદ્ધ ચાલતા ક્રાઇમ  કેસ માટે સ્પેશિઅલ કોર્ટની નિમણુંક કરવા દાખલ કરેલી પિટિશન અનુસંધાને સુપ્રીમ કોર્ટના ન્યાયધિશોની ખંડપીઠે દેશની અદાલતોને ઉપરોક્ત આદેશ આપ્યો છે.

સાથોસાથ જ્યાં વર્ચ્યુઅલ કેસ ચલાવવાની  સુવિધા છે ત્યાં તેનો અમલ કરવા  અને ન હોય તો સરકાર પાસેથી આ સુવિધા  મેળવી લેવા અનુરોધ કરાયો હતો.તેમજ આવા કેસ ચાલતા હોય ત્યાં એક નોડલ ઓફિસરની નિમણુંક કરવાનો આદેશ કર્યો હતો કે જે આરોપીઓ એટલે કે સાંસદો અને ધારાસભ્યો  મુદત ઉપર સમયસર હાજર રહે  તેની તકેદારી રાખશે.

આગામી સુનાવણી ત્રણ સપ્તાહ પછી  હાથ ધરાશે તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:44 pm IST)