Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

આંદામાન-નિકોબાર આઇલેન્ડ પાસે શંકાસ્પદ બોટ ઝડપાઇ

હેલિકોપ્ટર દ્વારા શોધવામાં આવ્યા બાદ જહાજ દ્વારા બોટને અટકાવાઈ: બોટમાં 12 મ્યાનમારના ક્રૂ સામેલ : પૂછપરછ માટે પોર્ટ બ્લેર લવાઈ

નવી દિલ્હી : ભારતીય કોસ્ટગાર્ડે આંદામાન નિકોબાર આઇલેન્ડ નજીક એક શંકાસ્પદ બોટને ઝડપી છે. બોટને પહેલા હેલિકોપ્ટર દ્વારા શોધવામાં આવી હતી અને જહાજ દ્વારા બોટને અટકાવવામાં આવી હતી. આ બોટમાં 12 મ્યાનમારના ક્રૂ સામેલ હતા. ક્રૂની પૂછપરછ માટે પોર્ટ બ્લેર લાવવામાં આવી રહ્યા છે.

(6:20 pm IST)