Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટી સત્તામાં આવશે તો કેલિફોર્નિયાના સેનેટર કમલ હેરિસ ઉપરાષ્‍ટ્રપતિપદે નક્કીઃ ભારત-અમેરિકાના સંબંધો ઉંચાઇ ઉપર પહોંચશે

અમેરિકન રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટી જીતની નજીક પહોંચી ચૂકી છે. અમેરિકન ચૂંટણીના ઈતિહાસમાં આ જીત અનેક દ્રષ્ટીએ ઐતિહાસિત ગણાશે. આ જીતમાં એક સાથે અનેક રેકોર્ડ બનશે.

હકીકતમાં અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટી સત્તામાં આવશે, તો કેલિફોર્નિયાની સેનેટર કમલા હેરિસનું ઉપરાષ્ટ્રપતિ બનવાનું નક્કી છે. જે એક ઈતિહાસ હશે. તો ચાલો જાણીએ, આખરે હેરિસના ચૂંટણી જીતવાથી ક્યા-ક્યા રેકોર્ડ બનશે? હેરિસના જીતનું કેટલું મહત્વ અને તેમનું ભારત સાથે કનેક્શન શું છે? જેની ભારત-અમેરિકાના સબંધો પર અસર પડશે

હેરિસના ઉપરાષ્ટ્રપતિ બનવા સાથે રચાશે ઈતિહાસ

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીની જીત સાથે કમલા હેરિસ અમેરિકન ઈતિહાસમાં અનેક અધ્યાય લખવા માટે તૈયાર છે. જો કે હજુ સુધી ચૂંટણી પરિણામોની કોઈ જાહેરાત નથી નથી, પરંતુ ડેમોક્રેટિક પાર્ટી જીતવાની અણી પર પહોંચી ચૂકી છે.

ડેમોક્રેટિક પાર્ટીની જીત સાથે જ કમલા હેરિસ સત્તાવાર રીતે અમેરિકન ઉપરાષ્ટ્રપતિ તરીકે જાહેર કરવામાં આવશે. તે સમયે એમેરિકાના રાષ્ટ્રપતિ ઈતિહાસમાં અનેક રેકોર્ડ એકસાથે બનશે.

જેમ કે 55 વર્ષની કમલા હેરિસની માતા મૂળ ભારતીય છે. જ્યારે પિતા જમૈકાના છે. તે અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે નોમિનેટ થનાર ભારતીય મૂળની પ્રથમ અમેરિકન છે. ઉપરાષ્ટ્રપતિ પદ પર પહોંચનાર તે પ્રથમ અશ્વેત હશે. અમેરિકામાં ઉચ્ચ પદ પર પહોંચનારા તે પ્રથમ દક્ષિણ એશિયન મહિલા હશે.

કમલા હેરિસે ભારતીય અમેરિકન સમાજને એકજૂટ કર્યો

ડેમોક્રેટિક પાર્ટીની કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ પરના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા. પાર્ટીના આ નિર્ણય બાદ ભારતીય અમેરિકન સમાજ વધારે એકજૂટ થયો. જેની અસર અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ જોવા મળી. હેરિસે ભારતીય અમેરિકન સમાજના એક મોટા વર્ગને વોટ આપવા માટે પણ પ્રેરિત કર્યાં છે.

જણાવી દઈએ કે, અમેરિકામાં આફ્રિકી-અમેરિકન, એશિયાઈ અમેરિકન, દક્ષિણ એશિયાઈ અમેરિકનની વસ્તી મોટા પ્રમાણમાં રહે છે. જેમની સંખ્યા 40.5 લાખ છે. જેમાંથી અંદાજે 10.9 લાખ ભારતીય અમેરિકન મતદાતાઓ છે.

કમલા હેરિસની કારકીર્દી પર એક નજર

હેરિસનો જન્મ 1964માં ઑકલેન્ડમાં થયો હતો. તેની માતાનું નામ શ્યામલા ગોપાલન હેરિસ હતું. જ્યારે પિતાનું નામ ડોનાલ્ડ હેરિસ હતું. ડોનાલ્ડ હેરિસ જમૈકન મૂળના વૈજ્ઞાનિક હતા. હેરિસે 1998માં બ્રાઉન યુનિવર્સિટીથી ગ્રેજ્યૂએટનું શિક્ષણ પુરૂ કર્યું જે બાદ કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી કાયદાઓ અભ્યાસ પૂર્ણ કર્યો.

વર્ષ 2003માં કમલાને સિટી અને સાન ફ્રાન્સિસ્કોના કાઉન્ટીની ડિસ્ટ્રીક્ટ એટર્ની તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જે બાદ તેઓને કેલિફોર્નિયાની એટર્ની જનરલ બનીને ઈતિહાસ રચ્યો હતો.

ટ્રમ્પ ઑથોરિટીના પ્રખર વિરોધીની છબી

અશ્વેત જ્યોર્જ ફ્લૉયડના મોત બાદ હેરિસ રેશિયલ જસ્ટિસ લૉની હિમાયત કરતી રહી છે. તેણે સમલૈગિંક લગ્નનું સમર્થન કર્યું હતું. અમેરિકામાં થયેલા અશ્વેત આંદોલનના અભિયાનમાં તેણીએ આગળ પડતો ભાગ લીધો. આ અભિયાન બાદ કમલા હેરિસ ડેમોક્રેટ સમર્થકો વચ્ચે મોટો ચહેરો બનીને ઉભરી આવ્યા.

(5:00 pm IST)