Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

યુ.એસ.માં એચ-1બી વિઝા ધારકના જીવનસાથીને મળતા એચ-4 વિઝા આપોઆપ રીન્યુ થઇ શકે નહીં : મુદત પુરી થઇ ગયા પછી વિઝા રીન્યુ ન થતા 45 વિઝાધારકોએ કરેલી અરજી મામલે કોર્ટનો ચુકાદો

વોશિંગટન : અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ બારાક ઓબામાએ એચ-1બી વિઝા ધારકના જીવનસાથીને એચ-4 વિઝા દ્વારા વર્ક પરમીટ આપવાની શરૂ કરી હતી.જેના આધારે  એચ-1બી વિઝા ધારકના 1 લાખ ઉપરાંત જીવનસાથીને એચ-4 અપાયા હતા જેના આધારે તેઓ અમેરિકામાં કામ કરી શકતા હતા.

આ એક લાખ ઉપરાંત  એચ-4  વિઝા ધારકોમાં 93 ટકા ભારતીય મૂળની મહિલાઓ હતી.જે પૈકી ભારતીય સહીત અન્ય દેશોના 45 એચ-4 વિઝા ધારકોના વિઝાની મુદત પુરી થઇ ગઈ હતી.પરંતુ તે આપોઆપ રીન્યુ થયા નહોતા તેથી તેઓએ અમેરિકામાં કામ કરવાનો અધિકાર ગુમાવતા કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.જેના અનુસંધાને ઉપરોક્ત ચુકાદો આવતા તેઓ વિમાસણમાં મુકાઈ ગયા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:56 pm IST)