Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

બાઇડેનનું ભારત સાથે પણ છે ખાસ કનેકશન!!!:

અહીં રહે છે એક વિખૂટો પડેલો પરિવાર

મુંબઇ,તા. ૭: ડેમોક્રેટિક ઉમેદવાર બાઈડેન વર્ષ ૨૦૧૩માં ઉપરાષ્ટ્રપતિ તરીકે ભારત આવ્યા હતા. ત્યારે મુંબઈમાં એક ભાષણમાં તેઓએ પોતાના ભારતીય કનેકશનને જાહેર કર્યું હતું. તેઓએ કહ્યું કે ૧૯૭૨માં  પહેલીવાર સીનેટના સભ્ય બન્યા તો તેઓને મુંબઈમાં રહેતા એક બાઈડનને પત્ર મળ્યો હતો. મુંબઈના બાઈડેને તેમને કહ્યું કે બંનેના પૂર્વજ એક જ છે.

આ પત્રમાં એમ પણ કહેવાયું હતું કે તેમના પૂર્વજ ૧૮મી સદીમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં કામ કરતા હતા. બાઈડેનને અફસોસ પણ કર્યો કે તેમને આ વિશે ખાસ કંઈ ખ્યાલ નથી.

૨૦૧૫માં વોશિંગ્ટનમાં ઈન્ડો- યૂએસ ફોરમની બેઠકમાં તેઓએ પોતાના ભારતીય કનેકશનને જાહેર કર્યું હતું. તેઓએ કહ્યું કે શકય છે કે તેમના પૂર્વજોએ એક ભારતીય મહિલા સાથે લગ્ન કર્યા હતા અને તેમનો પરિવાર હજુ પણ ત્યાં છે. તેઓએ કહ્યું કે મુંબઈમાં ત્યારે બાઈડેન સરનેમના ૫ લોકો હતા.જેમને વિશે એક પત્રકારે તેમને માહીતી આપી હતી. ત્યારે તેઓએ હસીને કહ્યું હતું કે હું તો ભારતમાંથી પણ ચૂંટણી લડી શકું છું.

બાઈડેને બરાક ઓબામાના રાષ્ટ્રપતિના સમયે ૪૭મી ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું હતું. જો બાઈડેન અમેરિકાના ઈતિહાસમાં ૫મા સૌથી યુવા સીનેટર હતા. તેમની ઉંમર ૭૮ વર્ષની છે. જો બાઈડેનના નામથી જાણીતા બાઈડેનનું નામ ઘણા ઓછા લોકો જાણે છે. તેમનું આખું નામ જોસેફ રોબિનેટ બાઈડેન જૂનિયર છે. તેમનો જન્મ અમેરિકાના પેન્સિલવેનિયાના સ્કૈંટનમાં થયો હતો.

બાઈડેનના ફેમિલિનો ઈતિહાસ દુઃખદાયક છે. ૧૯૭૨માં એક કાર દુર્ઘટનામાં બાઈડેનની પહેલી પત્ની અને તેમની દીકરીનું મોત નીપજયું હતું. તે આ આઘાતથી બહાર આવ્યા ન હતા કે ૨૦૧૫માં  તેમના દીકરાનું બ્રેન કેન્સરથી મોત થયું. આ ઘટનાઓએ તેમને હચમચાવી દીધા હતા. તેનો પ્રભાવ તેમના વિચારો પર પડ્યો., આ કારણે તેઓએ રાષ્ટ્રપતિ ચૂટણીમાં સ્વાસ્થ્ય સેવાઓને પ્રાથમિકતા આપી છે.

(11:31 am IST)