Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ફટાકડા જાહેરમાં ફોડવા અંગે સુપ્રિમ કોર્ટના આદેશનું પાલન કરાવવા ગૃહવિભાગની સુચના

ફટાકડાની વિદેશથી આયાત ઉપર પ્રતિબંધઃ ગેરકાયદેસર સંગ્રહ કે વેંચાણ કરી નહીં શકાય

અમદાવાદ તા. ૭: ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા આજે એક જાહેરનામું બહાર પાડી જાહેરમાં ફટાકડા ફોડવા સંબંધે સુપ્રિમ કોર્ટના હુકમનું પાલન કરવા તથા વિદેશથી ફટાકડાની આયાત ઉપર પ્રતિબંધ મુકવાનું જણાવી આ બાબતનું ચુસ્ત પાલન થાય તે જોવા પોલીસ વડા, સર્વે પોલીસ કમીશ્નર, સર્વે રેન્જ આઇજી, સર્વે જીલ્લા મેજીસ્ટ્રેટ અને સર્વે પોલીસ અધિક્ષકશ્રીને જણાવ્યું છે.

જાહેરનામાં જણાવાયું છે કે, નામ. સુપ્રિમ કોર્ટ સમક્ષની રીટ પીટીશન (સીવીલ) નં. ૭ર૮/ર૦૧પ માં થયેલ આદેશ અન્વયે ગૃહ વિભાગનાં તા. ૦૩/૧૧/ર૦૧૮નાં પરિપત્રઃ વિ.ર/ઇએસએ/૧૩/ર૦૧પ/જીઓઆઇ-૧૧ર (નકલ સામેલ છે.) થી દિવાળી તથા અન્ય તહેવારો તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષનાં તહેવાર દરમિયાન ફટાકડા ફોડવા સંબંધમાં જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે. જે અનુસાર સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટ/પોલીસ કમિશ્નર દ્વારા સી.આર.પી.સી.ની કલમ-૧૪૪ હેઠળ પ્રતિબંધાત્મક આદેશો બહાર પાડવામાં આવે છે.

ઉકત પરિપત્રનો અમલ હાલમાં ચાલુ હોઇ તેમાં જણાવ્યા મુજબ દિવાળી તથા અન્ય તહેવારો તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષનાં તહેવારો દરમિયાન કાર્યવાહી કરવા આજ્ઞાનુસાર વિનંતી છે. જે અન્વયે જિલ્લા મેજીસ્ટ્રેટ/પોલીસ કમિશ્નરશ્રી દ્વારા સી.આર.પી.સીલ.ની કલમ-૧૪૪ હેઠળના જરૂરી પ્રતિબંધાત્મક આદેશો સત્વરે બહાર પાડી તેની નકલ ગૃહ લ્વિભાગને ઇ-મેઇલ (Address: so-sb2-home@gujarat.gov.in) પર અચૂક મોકલી આપવા વિનંતી છે.

ફટાકડાનાં ગેરકાયદેસર આયાત, સંગ્રહ અને વેચાણ સામે પગલા લેવા બાબતના ડીરેકટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજેન્સ, ભારત સરકારના તા. ૧૯/૧૦/ર૦ર૦ના અ.સ.પત્ર ક્રમાંકઃ 50/13/2014-CI(PT)/4807 ની નકલ આ સાથે સામેલ રાખેલ છે. જે સંબંધમાં સત્વરે જરૂરી કાર્યવાહી કરવા વિનંતી છે.

(3:25 pm IST)