Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

કોરોના આગામી મહામારી માટે તૈયાર રહેવા દુનિયાભરના નેતાઓને WHOની ચેતવણી

સ્થિર દુનિયાનો પાયો ત્યારે જ સંભવ છેઃ જયારે કોઇ દેશ સ્વાસ્થ્ય સેવાઓ પર પુરતુ ધ્યાન આપશેઃ મહામારી રિમાન્ડર છે

નવી દિલ્હી, તા.૭: કોરોના મહામારીમાં સમગ્ર વિશ્વ ઝપટે ચડ્યું છે અને કરોડો લોકો આ મહામારીમાં સપડાયા છે ત્યારે વિશ્વ સ્વાસ્થ સંગઠન એટલે ષ્ણ્બ્એ વિશ્વભરના નેતાઓને ચેતવણી આપતા કહ્યુ કે તે આગામી મહામારી માટે તૈયાર રહે. શુક્રવારે ૭૩મી વિશ્વ સ્વાસ્થ્ય સભાની વર્ચુઅલ મીટિંગમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી આ જાણકારી આપવામાં આવી છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) તરફથી કહેવામાં આવ્યુ છે કે દુનિયા આગામી મહામારી માટે તૈયાર રહે. અમે આ વર્ષે જોયુ છે કે મજબૂત સ્વાસ્થ્ય ઇમરજન્સી બુનિયાદી ઢાંચા ધરાવતા દેશ કોરોના વાયરસના પ્રસારને રોકવા અને તેની પર કાબુ મેળવવામાં ઝડપથી કાર્ય કરવામાં સક્ષમ છે. WHOએ કહ્યુ કે એક સ્થિર દુનિયાનો પાયો ત્યારે જ સંભવ છે, જયારે કોઇ દેશ સ્વાસ્થ્ય સેવાઓ પર પુરતુ ધ્યાન આપશે. કોરોના મહામારી એક રિમાન્ડરની જેમ છે, જે અમને યાદ અપાવી રહ્યો છે કે સ્વાસ્થ્ય (હેલ્થ) સામાજિક, આર્થિક અને રાજકીય સ્થિરતાનો પાયો છે.

કોરોના વાયરસને રોકવાની દિશામાં સારૂ કામ કરનારા દેશોની પ્રશંસા કરતા WHOએ કહ્યુ, આ વૈશ્વિક સંકટ સામે લડવામાં કેટલાક દેશ અને શહેરોના વ્યાપક સાક્ષ્ય-આધારિત દ્રષ્ટિકોણ (એવિડેં બેસ્ટ એપ્રોચ) સાથે સફળતાપૂર્વક વાયરસના પ્રસારને રોકયો. COVID19ના વિજ્ઞાન, સમાધાન અને એકજૂટતાના સંયોજનથી જ રોકી શકાય છે.

WHOએ કહ્યુ, આ એક અભૂતપૂર્વ ઘટના છે, જયા આખી દુનિયા વેકસીન ખરીદવાની રણનીતિઓને વિકસિત કરવા માટે સાથે મળીને કામ કરી રહી છે. કોરોના વેકસીન બનાવવા અને તેના ટ્રાયલના વિકાસમાં ઝડપ લાવવાની યોજનામાં આખી દુનિયા સાથે આવી છે. હવે આપણે એમ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે જયારે વેકસીન બનીને દુનિયામાં આવી જાય તો સમાનતાના આધારે તમામ દેશો માટે તે ઉપલબ્ધ હોય.

(10:43 am IST)