Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

પૂર્ણિયામાં ફાયરીંગની ઘટના

બિહારમાં અંતિમ તબક્કાનું લોકશાહી પર્વ મનાવાયુ : બપોર સુધી ૪૦% જેટલું મતદાન

ચૂંટણી ફરજ દરમિયાન એક કર્મચારીનું મોત

પટણા તા. ૭ : બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૦ના ત્રીજા અને અંતિમચરણનું મતદાન ચાલુ છે. આ બધાની વચ્ચે પૂર્ણિયામાં મતદાન કેન્દ્રની સંખ્યા ૨૮૨ પર પેરામિલિટ્રી ફોર્સની હવાઇ ફાયરીંગ બાદ હોબાળો મચી ગયો છે. સુપૌલ, મોતિહારી, દરભંગા અને કટિહારમાં વિવિધ માંગ અંગે ગ્રામીણોએ મતનો બહિષ્કાર કર્યો છે. આ બધાની વચ્ચે મુખ્યમંત્રી નિતીશકુમારે ટ્વિટ કરીને કહ્યું કે, બિહાર વિધાનસભા ચુંટણીના ત્રીજા ચરણમાં આજે ૭૮ સીટો પર મતદાન થઇ રહ્યું છે. આ ક્ષેત્રોના મતદાતાઓએ અપીલ કરીને મતાધિકારનો ઉપયોગ કરવા કહ્યું છે.

બીજી બાજુ મુઝફફરપુર અને સુપૌલમાં મતદાન કરી રહેલા મતદાન કર્મીઓના મોત થયા છે. સુપૌલના રાઘોપુર પ્રખંડ ક્ષેત્રના રામપુર કન્યા માધ્યમિક વિદ્યાલય પર પદસ્થાપિત એક મતદાન કર્મી સદાનંદ રાય અસ્થમાના દર્દી હતા. બીજીબાજુ મતદાન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બિહારમાં રાજદ નેતા તેજસ્વી યાદવ સહિત અન્ય નેતાઓએ લોકોને મતદાન કરવાની અપીલ કરી છે.

આ તબક્કામાં વિધાનસભા અધ્યક્ષ વિજય કુમાર ચૌધરી ઉપરાંત સરકારના ૧૧ મંત્રી મેદાનમાં છે. જેમાં સુપૌલથી વિજેન્દ્ર પ્રસાદ યાદવ, મહેશ્વરી હજારી, વિનોદ નારાયણ ઝા, ખુર્શીદ અહમદ, પ્રમોદ કુમાર, લક્ષ્મેશ્વર રાય, બીમા ભારતી, કૃષ્ણ કુમાર ઋષિ, નરેન્દ્ર નારાયણ યાદવ, રમેશ ઋષિદેવ, સુરેશ શર્મા સામેલ છે. બિહારની ૭૮ બેઠક માટે આ વખતે ૧,૨૦૭ ઉમેદવાર મેદાનમાં છે.

(3:27 pm IST)