Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ટેલિવિઝન રેટિંગ એજન્સીઓની માર્ગદર્શિકાની નવેસરથી સમીક્ષા થશે :સમિતિની રચના કરાઈ

સમિતિ માર્ગદર્શિકોમાં ફેરફારો કરીને મજબૂત, પારદર્શક અને ઉત્તરદાયી રેટિંગ સિસ્ટમ માટે ભલામણો કરશે

નવી દિલ્હી :માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આજે, 2014માં મંત્રાલય દ્વારા અધિસૂચિત કરવામાં આવેલી 'ભારતમાં ટેલિવિઝન રેટિંગ એજન્સીઓની માર્ગદર્શિકા'ની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. સંસદીય સમિતિ, MIB દ્વારા રચવામાં આવેલી ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ્સ (TRP) સમિતિ દ્વારા વિગતવાર ચર્ચા અને ટેલિકોમ નિયામક સત્તામંડળની ભલામણો વગેરેના આધારે ભારતમાં ટેલિવિઝન રેટિંગ એજન્સીઓ માટે વર્તમાન માર્ગદર્શિકાઓ માહિતી અને પ્રસારણ મંત્રાલય (MIB) દ્વારા બહાર પાડવામાં આવી હતી.

થોડા વર્ષો સુધી આ માર્ગદર્શિકાઓના પરિચાલન પછી એવું ધ્યાન પર આવ્યું છે કે, માર્ગદર્શિકાઓ પર નવેસરથી ધ્યાન આપવાની જરૂર છે જેમાં ખાસ કરીને તાજેતરમાં ભારતીય ટેલિકોમ નિયામક સત્તામંડળ (TRAI) દ્વારા કરવામાં આવેલી ભલામણો, ટેકનોલોજીકલ પ્રગતિઓ/ સિસ્ટમને સંભાળવા માટેના હસ્તક્ષેપો અને ભરોસાપાત્ર તેમજ પારદર્શક રેટિંગ સિસ્ટમ માટે પ્રક્રિયાઓને વધુ મજબૂત બનાવવા જેવી બાબતોને ધ્યાનમાં રાખતા આ જરૂરિયાત ઉભી થઇ છે.

નવી સમિતિની રચના ભારતમાં ટેલિવિઝન રેટિંગ સિસ્ટમના અલગ અલગ પરિબળોનો અભ્યાસ હાથ ધરવા માટે કરવામાં આવી છે કારણ કે, સમયની સાથે તેમાં વિકાસ થયો છે. આ સમિતિ વર્તમાન અસ્તિત્વમાં રહેલી સિસ્ટમનું મૂલ્યાંકન કરશે; સમયાંતરે TRAI દ્વારા આપવામાં આવતી ભલામણોની ચકાસણી કરશે, એકંદરે આ ઉદ્યોગના પરિદૃશ્યનો અભ્યાસ કરશે અને હિતધારકોની જરૂરિયાતોને ધ્યાન પર લેશે તેમજ જો જરૂર જણાશે તો વર્તમાન માર્ગદર્શિકાઓમાં ફેરફારો કરીને મજબૂત, પારદર્શક અને ઉત્તરદાયી રેટિંગ સિસ્ટમ માટે ભલામણો કરશે.

સમિતિના હોદ્દેદારોમાં શશી એસ. વેમ્પતી, CEO, પ્રસાર ભારતી ચેરમેન, ડૉ. શલાભ, IIT કાનપુર ખાતે ગણિત અને અંકશાસ્ત્ર વિભાગમાં અંકશાસ્ત્રના પ્રોફેસર  સભ્ય ડૉ. રાજકુમાર ઉપાધ્યાય, કાર્યકારી નિદેશક, C-DOT સભ્ય, પ્રોફેસર પુલક ઘોષ, જાહેર નીતિ માટે નિર્ણય વિજ્ઞાન કેન્દ્ર (CPP)  સભ્ય રહેશે

(10:18 am IST)