Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

અમેરિકાના પ્રમુખ પદની રેસ માં જો બાયડન નો ઘોડો પુરપાટ ભાગ્યો: બાયડનને 'પ્રેસિડેન્ટ ઈલેક્ટ' તરીકે જાહેર કરતા નેન્સી પેલોસી

નેવાડામાં બાયડનની લીડ ડબલ થઈ ગઈ છે અને હવે ૨૨૦૭૬ મતે આગળ છે. પેન્સિલવેનિયામાં ૨૦ મતો છે ત્યારે ટ્રમ્પને ૪૯.૪ ટકા અને જો બાયડનને ૪૯.૫ ટકા મતો મળ્યા છે. અમેરિકી સાંસદના (હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ) અધ્યક્ષ નેન્સી પેલોસીએ કહ્યું છે કે, હવે સ્પષ્ટ થઈ ગયું છે કે જો બાયડન ચૂંટણી જીતી રહ્યા છે. તેમણે જો બાયડનને 'પ્રેસિડેન્ટ ઈલેક્ટ' તરીકે જાહેર કર્યા છે. એનબીસી ન્યુઝે ડેમોક્રેટ પક્ષના માર્ક કેલીને એરિઝોના સ્ટેટની યુએસ સેનેટની બેઠક ઉપર વિજેતા પ્રોજેક્ટ કર્યા છે.

(12:00 am IST)