Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

એલિમિનિટેર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 5 વિકેટે સનરાઇઝર્સ હૈદરાબાદે હરાવ્યુ

હૈદરાબાદ તરફથી કેન વિલિયમસ અણનમ ફિફટી ફટકારી : જેસન હોલ્ડરે સૌથી વધુ 3 વિકેટ ઝડપી : ટી.નટરાજનને 2 સફળતા મળી

મુંબઈ : આઇપીએલ -2020 પ્લેઓફની એલિમિનિટેર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 5 વિકેટે હરાવ્યુ હતું. આ સાથે જ વિરાટ કોહલીની કેપ્ટન્સી ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂરોમાંચક મેચમાં આ હાર સાથે જ IPLમાંથી બહાર થઇ ગઇ છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી જેસન હોલ્ડરે ટી.નટરાજનને 2 બોલમાં 2 બાઉન્ડ્રી ફટકારવાની સાથે 2 બોલ બાકી રહેતા જીત મેળવી હતી. હૈદરાબાદ તરફથી કેન વિલિયમસને અણનમ 50 રન બનાવ્યા હતા. જ્યારે જેસન હોલ્ડર 24 રને અણનમ રહ્યો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદને અંતિમ 2 ઓવરમાં જીતવા માટે 18 રનની જરૂર હતી. કેન વિલિયમસન અને જેસન હોલ્ડર રમતમાં હતા. રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ મેચની 19મી ઓવર મોહમ્મદ સિરાજને આપી હતી.

IPL 2020ની એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 131 રન જ બનાવી શક્યુ હતું. કેપ્ટન વિરાટ કોહલી ઓપનિંગ કરવા દેવદત પડ્ડિકલ સાથે ઉતર્યો હતો. જોકે, કોહલી 7 બોલમાં માત્ર 6 રન બનાવી જેસન હોલ્ડરની ઓવરમાં ગોસ્વામીને કેચ આપી બેઠો હતો. દેવદત પડ્ડિકલ પણ 6 બોલમાં 1 રન બનાવી હોલ્ડર બનાવી આઉટ થયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ તરફથી એબીડી વિલિયર્સે સૌથી વધુ 56 રન બનાવ્યા હતા. ડી વિલિયર્સે 43 બોલમાં 5 ફોર સાથે 130.23ના સ્ટ્રાઇક રેટથી 56 રન બનાવ્યા હતા. જ્યારે એરોન ફિન્ચે 32 રનની ઇનિંગ્સ રમી હતી. જ્યારે મોહમ્મદ સિરાજે 7 બોલમાં અણનમ 10 રન બનાવ્યા હતા. આ સિવાય બેંગલુરૂનો કોઇ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોચી શક્યો નહતો.

સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી જેસન હોલ્ડરે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી જ્યારે ટી.નટરાજનને 2 સફળતા મળી હતી. શાબાદ નદીમ પણ એક વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો.

(12:00 am IST)