Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

કોરોનાથી પીડિત 30 ટકા લોકો ડિપ્રેશનનો શિકાર બન્યા

કોરોના મહામારીને કારણે વિશ્વભરના લોકોની માનસિક સ્થિતિ પર ઉંડી અસર પડી: બીમારીએ સ્વાસ્થ્ય સેવાઓ પર દબાણ નાખ્યુ સાથે મેન્ટલ હેલ્થ કેર વ્યવસ્થા સામે ગંભીર પડકાર ઉભો કર્યો

નવી દિલ્હી :ભારતના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું કહેવુ છે કે કોરોના મહામારી દરમિયાન આ બીમારીથી પીડિત 30 ટકા લોકો ડિપ્રેશનનો શિકાર બન્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના મહામારીને કારણે તણાવના વધતા કેસ જોતા દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. દિશા નિર્દેશ કેટલાક શોધ રિપોર્ટના આધાર પર તૈયાર કરવામાં આવ્યા છે. કોરોના વાયરસ મહામારીને કારણે વિશ્વભરના લોકોની માનસિક સ્થિતિ પર ઉંડી અસર પડી છે.

આ બીમારીએ સ્વાસ્થ્ય સેવાઓ પર દબાણ નાખ્યુ છે સાથે જ મેન્ટલ હેલ્થ કેર વ્યવસ્થા સામે ગંભીર પડકાર ઉભો કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય અને મેન્ટલ હેલ્થ ઇંસ્ટીટ્યૂટ ઓફ ન્યૂરોસાયન્સની ગાઇડલાઇન્સે કોવિડ મહામારીમાં માનસિક રીતે પ્રભાવિત થતા લોકોના ત્રણ જૂથનો ઉલ્લેખ કર્યો છે.

પહેલા જૂથમાં તે લોકો છે જે કોરોના-19થી પીડિત થયા છે, તેમના અનુસાર જે દર્દી કોવિડ-19થી સંક્રમિત થયા હતા તેમણે માનસિક તકલીફો આવી શકે છે. કોવિડથી પીડિત થતા 30 ટકા લોકોમાં ડિપ્રેશન અથવા 96 ટકામાં પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD) જેવી સમસ્યા જોવા મળી રહી છે અને આ સમસ્યા વધી પણ શકે છે.

બીજા જૂથમાં તે દર્દી છે જે પહેલાથી જ માનસિક રોગથી પીડિત છે અથવા હતા. જેમાં કોવિડને કારણે તે જૂની સ્થિતિમાં પરત ફરી શકે છે. આટલુ જ નહી આ સમૂહના દર્દીઓની સ્થિતિ વધુ ખરાબ થવાની સાથે સાથે તે નવી માનસિક સમસ્યાથી પણ પીડિત થઇ શકે છે.

ત્રીજો જૂથ સામાન્ય લોકોનો છે. સામાન્ય લોકો અલગ-અલગ રીતની માનસિક સમસ્યા જેવી કે તણાવ, ચિંતા, ઉંઘની કમી, હેલ્યૂસ્લેશન અથવા અનોખા વિચાર આવવા જેવી સત્યતાથી કોઇ લેવા દેવા ના હોય તેવી સમસ્યા સામે ઝઝુમી રહ્યા છે. આ જૂથના લોકોમાં આત્મહત્યાના પણ વિચાર આવી રહ્યા છે.

અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન દિલ્હી (એમ્સ)માં મનોચિકિત્સક શ્રીનિવાસ રાજકુમાર કહે છે કે, આ શોધ ઘણી ચિંતાજનક છે કારણ કે સામાન્ય માનસિક બીમારીઓના મુકાબલે આ આંકડો ઘણો વધુ છે પરંતુ શોધ માટે આંકડા ક્યાથી લેવામાં આવ્યા છે તે સ્પષ્ટ નથી. તે કહે છે કે એમ્સ કોવિડ ટ્રોમા સેન્ટરમાં ઘણા બંદોબસ્ત કરવામાં આવ્યા છે જ્યા મનોચિકિત્સક સતત દર્દીઓ સાથે વાતચીત કરી રહ્યા છે અને જેવી શોધમાં વાત આવી છે તેવી જ સમસ્યા હોસ્પિટલમાં દાખલ દર્દીઓ સાથે પણ છે.

મનોચિકિત્સક અનુસાર, “કોવિડના દર્દીઓમાં અસુરક્ષાની ભાવના રે છે કે તે પોતાના પરિવાર પાસે પરત ફરી શકશે કે નહી. ઉંઘ ના આવવાની ફરિયાદ પણ સામાન્ય છે. એમ પણ જોવા મળ્યુ છે કે જે દર્દી સ્વસ્થ થઇને જઇ ચુક્યા છે તે ડિપ્રેશન, એંગ્જાઇટી અને પેનિટ એટેકની સમસ્યાઓ સાથે અમારી પાસે પરત આવી રહ્યા છે. તે કહે છે કે ઉંઘમાં તેમણે લાગે છે કે તે આઇસીયૂમાં છે અને બીપનો અવાજ સાંભળી રહ્યા છે અથવા લોકોથી ઘેરાયેલા છે. આવી સમસ્યા લઇને આવનારા લોકોની ઉંમર 20-40 વર્ષ વચ્ચે છે. એવામાં જ્યા જરૂર છે, ત્યા દવાઓ આપી રહ્યા છીએ અને તેમની સારવાર કરી રહ્યા છીએ.”

દિલ્હીની ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ ડૉ. પૂજાશિવમ જેટલીનું કહેવુ છે કે કોવિડ દરમિયાન લોકોનું માનસિક સ્વાસ્થ્ય એક ચિંતાનો વિષય છે અને તેમની પાસે આશરે 50-60 ટકા એવા કેસ આવી રહ્યા છે જ્યા લોકો એકલવાયુ, એંગજાઇટી, મૂડમાં ઉતાર-ચઢાવ અને એકાગ્રતાની કમી અનુભવી રહ્યા છે. તે કહે છે કે કોવિડને કારણે અનિશ્ચિતતાનો માહોલ છે. રોજ નવા આંકડા આવે છે, નવા કેસ સામે આવી રહ્યા છે અને અત્યાર સુધી તેનો કોઇ પુરતી સારવાર સામે નથી આવી તો લોકોના મનમાં ડર છે.

દિલ્હીની ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ અનુસાર, “લોકોના રોજબરોજના જીવનમાં બદલાવ આવ્યો છે, જેની અસર પણ માનસિક સ્વાસ્થ્ય પર પડી છે. લોકોની નોકરીઓ જતી રહી છે, અસ્થિરતાનો માહોલ છે, વર્ક ફ્રોમ હોમને કારણે ઘરમાં અલગ રીતની ડિમાન્ડ વધી ગઇ છે જેમાં બાળકો, વૃદ્ધોની દેખરેખ રાખવાની સાથે સાથે ઘર સંભાળવાનું પણ સામેલ છે. લોકો એક બીજાને મળી શકતા નથી, બહાર જઇને રિલેક્સ થવા અથવા મનોરંજનના દ્વાર બંધ થઇ ગયા છે, જોકે, હવે અનલૉક થયુ છે, વસ્તુઓ ખુલી છે પરંતુ છતા પણ લોકોમાં ડર છે અને એવામાં મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર માટે એક માહોલ બની રહ્યો છે.”

જોકે, સરકારે માનસિક સ્થિતિ સામે લડવા માટે કેટલાક દિશા નિર્દેશ જાહેર કર્યા છે જેમાં કહેવામાં આવ્યુ છે કે કોરોનાના દર્દીઓની સારવાર કરનારી હોસ્પિટલોમાં એક મનોચિકિત્સક શારીરિક રીતે અથવા ટેલીફોન દ્વારા કંસલ્ટન્સી માટે હાજર રહેશે. એનજીઓ જે મેડિકલના ક્ષેત્રમાં કામ કરી રહી છે, તેમની મદદ લેવામાં આવશે. કોવિડનો કોઇ દર્દી જો માનસિક રોગી છે તો તેના દાખલ થયાના 24 કલાકની અંદર મનોચિકિત્સક જોશે.

ડૉ. શ્રીનિવાસ રાજકુમાર કહે છે કે સરકારે દિશા નિર્દેશ તો જાહેર કરવામાં આવ્યા છે પરંતુ જેવી રીતે આખી દુનિયામા માત્ર મનોચિકિત્સકો પર નિર્ભરતા છોડીને બીજા ડૉક્ટરોને પણ મેન્ટલ હેલ્થ કેરના કેસ સામે લડવામાં ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, તેવી રીતે જ ભારતમાં ડૉક્ટરોને આપવાની જરૂર છે. તે કહે છે કે ભારતમાં મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલો કાયદો છે પરંતુ હવે આ વિસ્તારમાં રોકાણ કરવાની જરરૂ છે કારણ કે મનોરોગીઓ સામે લડવા માટે મનોચિકિત્સકોની સંખ્યા પુરતી નથી.

ડૉ. પૂજા શિવમ જેટલી કહે છે કે જે રીતથી કોવિડ દરમિયાન લોકોમાં ડિપ્રેશન અથવા એંગજાઇટીના કેસ આવી રહ્યા છે, જેનાથી ભવિષ્યમાં ભયાનક સ્થિતિ બની શકે છે. પગલા ભરવામાં ના આવ્યા તો આવા કેસ વધશે કારણ કે લોકો તેને એક સમસ્યા તરીકે સમજી શકતા નથી અને મદદ પણ નથી લઇ રહ્યા.

તે માને છે કે સરકારની સાથે સાથે સોસાયટી એક મોટી ભૂમિકા નીભાવી શકે છે. અહી સમુદાયના લોકો પોતાની તકલીફો શેર કરી શકે છે કારણ કે આ માત્ર કોઇ વ્યક્તિ અથવા પરિવારની સમસ્યા નથી પરંતુ કેટલાક લોકો આવી સમસ્યાઓ સામે ઝઝુમી રહ્યા છે. એક બીજા સાથે સમાધાન પર ચર્ચા કરવી મદદગાર સાબિત થઇ શકે છે.

(12:00 am IST)