Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

લોકડાઉનમાં ડિઝિટલ ટ્રાન્જેક્શન વધ્યું ઓનલાઇન પેમેન્ટ કરનારાની સંખ્યા વધી : બ્લેકમની પર લગામ

કોમ્યુનિટી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોકલ સર્કલ્સનો સર્વે

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ નવેમ્બર 2016માં નોટબંધીની જાહેરાત કરી હતી કે તેનાથી બ્લેકમની પર લગામ લાગશે અને દેશમાં ડિઝિટલ ઇન્ડિયા પર ભાર મુકાશે. આ સમયમાં તેમાં કેટલીક મદદ મળી હતી પરંતુ એક સર્વે અનુસાર કોરોના કાળમાં ડિઝિટલ ઇન્ડિયામાં વધારો થયો છે. આ સિવાય બ્લેક મની પર પણ રોક લાગી છે

 . કોમ્યુનિટી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોકલ સર્કલ્સના એક સર્વે અનુસાર વર્ષ 2019ના મુકાબલે 2020માં કેસ ચુકવણી કરનારાઓની સંખ્યા લગભગ અડધી થઇ ગઇ છે. લોકડાઉન પછી લોકો ઘરમાં જ બંધ હતા. લોકોએ પોતાના ખાવા-પીવાના સામાન, દવા, કપડાથી લઇને તમામ જરૂરી વસ્તુઓની ચુકવણી મોટાભાગે ઓનલાઇન પેમેન્ટ દ્વારા જ કરી છે.

દેશના 300 જિલ્લાના 15,000 લોકોના આધાર પર બનેલી લોકલ સર્કલના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે 2020માં રસીદ વગર પોતાની માસિક ખરીદદારી કરનારા લોકોની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો થયો છે. 2020માં 14 ટકા લોકોએ જણાવ્યુ કે તેમની માસિક ખરીદીની એવરેજ 50-100 ટકા રસીદ વગર થઇ છે, જે 2019માં 27 ટકા હતી. આ જણાવે છે કે કેસ ચુકવણીની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો થયો છે. 2020માં રસીદ વગર પોતાની માસિક ખરીદદારી કરનારા લોકો મોટી સંખ્યામાં છે. આ સર્વેમાં એવુ પણ જાણવા મળે છે કે માત્ર ડિઝિટલ લેવડ દેવડ જ નથી વધી પરંતુ અલગ અલગ રીતની લેવડ દેવડમાં ડિઝિટલ મોડ અપનાવવામાં આવ્યો છે.

સર્વેમાં લોકોનું કહેવુ છે કે માત્ર ઘરેલુ કર્મચારીઓના પગાર અને બહાર ભોજનની ચુકવણી માટે કેશનો ઉપયોગ કરે છે. સર્વેમાં માત્ર 3 ટકા લોકોએ કહ્યુ છે કે તેમણે ભાડાની ચુકવણી, સંપત્તિ ખરીદવા અથવા ઘરના સમારકામ માટે કેશનો ઉપયોગ કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે માત્ર 7 ટકા લોકોએ કેસમાં લાંચ આપી છે. લોકલ સર્કલના પ્રેસિડેન્ટ સચિન તપરિયાનું કહેવુ છે કે ગત કેટલાક વર્ષોમાં ભારતે ડિઝિટલ ચુકવણીના ઉપયોગમાં જોરદાર વધારો જોવા મળ્યો છે, જેનું કારણ ગ્રાહકોના પોતાની ખરીદી માટે ડિઝિટલ રસીદ મેળવવામાં વધારો થયો છે.

લોકલ સર્કલનું કહેવુ છે કે આ વર્ષે ઓક્ટોબરમાં પ્રકાશિત RBIના આંકડાથી ખબર પડે છે કે નાણાકીય વર્ષ 2020માં ભારતમાં ડિઝિટલ ચુકવણીની માત્રામાં 3,434.56 કરોડનો ભારે વધારો થયો છે. પાંચ વર્ષમાં ડિઝિટલ ચુકવણીમાં ટ્રાન્જેક્શન વોલ્યૂમના સંદર્ભમાં 55.1 ટકાનો વાર્ષિક વૃદ્ધિ દર અને વેલ્યૂના સંદર્ભમાં 15.2 ટકાનો વધારો જોવા મળ્યો છે. ઓક્ટોબરમાં, UPI- આધારિત 207 કરોડ લેવડ દેવડ સાથે આ મીલનો પત્થર સાબિત થયો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે લોકોએ કાયદેસર આર્થિક ગતિવિધિઓ ધરાવતા ક્ષેત્ર તરફ ઇશારો કરતા કહ્યુ કે તમામ સંપત્તિના માલિકોને આધાર સાથે જોડવા જોઇએ. તમામ સરકારી મંત્રીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોની તમામ સંપત્તિનો ખુલાસો થવો અનિવાર્ય હોવો જોઇએ. આ સાથે જ 2,000 રૂપિયાની નોટને બંધ કરવા અને ટ્રાન્જેક્શન ટેક્સ લગાવવાથી બ્લેક મની અર્થવ્યવસ્થાને વધુ ઓછી કરી શકાય છે

(12:00 am IST)