Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

અમેરિકા પછી હવે કેનેડામાં પણ ભારતીયોનો ડંકો : કેનેડાના બ્રિટિશ કોલંબિયાની ધારાસભામાં 3 મહિલાઓ 1 શીખ , સહીત 8 ઈન્ડો કેનેડિયન નાગરિકો ચૂંટાઈ આવ્યા

કોલંબિયા : અમેરિકામાં 3 નવેમ્બરના રોજ યોજાયેલી ચૂંટણીઓમાં 12 ઉપરાંત ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન ,ધારાસભ્ય મેયર સહિતના હોદાઓ ઉપર ચૂંટાઈ આવ્યા છે તેની સાથોસાથ કેનેડામાં પણ ભારતીયોએ ડંકો વગાડી દીધો છે.જે મુજબ  બ્રિટિશ કોલંબિયાની ધારાસભામાં 3 મહિલાઓ 1 શીખ , સહીત  8 ઈન્ડો કેનેડિયન નાગરિકો ચૂંટાઈ આવ્યા છે.

ચૂંટાઈ આવેલા તમામ 8 ભારતીયો સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીના પ્રતિનિધિઓ છે.આ પાર્ટીએ ધારાસભાની 87 બેઠકો માંથી 55 બેઠકો ઉપર જીત મેળવી લીધી છે.

ચૂંટાઈ આવેલા ભારતીય મૂળના ઉમેદવારોમાં લોયર અમરસિંઘ ,શ્રી રાજ ચૌહાણ ,શ્રી જાગરૂપ બ્રાર ,શ્રી રવિ કેહલોન ,શ્રી બેઈન્સ ,સુશ્રી જોગીન્દર કૌર ,સુશ્રી રચના સિંઘ ,તથા સુશ્રી નીક્કી શર્મા નો સમાવેશ થાય છે.

આ રીતે ધારાસભાની 10 ટકા જેટલી બેઠકો મેળવી શકવામાં ભારતીય મૂળના પ્રતિનિધિઓએ સફળતા મેળવી હોવાનું  યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.

(7:20 pm IST)