Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ભારતના બેંગ્લોરમાં આવેલી બિઝનેસ સ્કૂલ હવે પદ્મભૂષણ એવોર્ડ વિજેતા ઇન્ડિયન અમેરિકન ડો.જગદીશ શેઠના નામે ઓળખાશે : આઇએફઆઇએમ બિઝનેસ સ્કૂલનું નવું નામ જગદીશ શેઠ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ રહેશે

બેંગ્લુરુ : ભારતના બેંગ્લોરમાં આવેલી આઇએફઆઇએમ બિઝનેસ સ્કૂલ પદ્મભૂષણ એવોર્ડ વિજેતા  ઇન્ડિયન અમેરિકન ડો.જગદીશ શેઠના નામે રાખવા માટે સ્કૂલના ચેરમેન શ્રી સંજય પદોંડે એ કરેલી વિનંતીને ડો.જગદીશ શેઠે માન્ય રાખી છે.

આ એક એવી બીના છે કે જે અંતર્ગત કોઈપણ જાતની ગ્રાન્ટ વિના વિશ્વસ્તરીય ભારતીયનું નામ બેંગ્લુરુની બિઝનેસ સ્કૂલ સાથે જોડવામાં આવ્યું છે.એટલુંજ નહીં સ્કૂલના ચેરમેને પણ પોતાનો હોદ્દો ડો.શેઠને અર્પણ કર્યો છે.

આ માટે ડો.શેઠે સ્કૂલના ચેરમેન સહિતના તમામ હોદેદારોનો આભાર માન્યો હતો તથા સ્કૂલને વિશ્વ સ્તરીય શૈક્ષણિક સંકુલ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:56 pm IST)