Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

52 વર્ષની મહિલા પર બળાત્કાર : જાનથી મારી નાખવાની ધમકી આપીને પતિના ડ્રાયવરે એક વર્ષ સુધી લાજ લૂંટી : બળાત્કાર તથા ગુનાહિત ધમકીના આરોપ સાથે પોલીસ ફરિયાદ દાખલ

હરિયાણા : દિલ્હીને અડીને આવેલા હરિયાણાના ગુરુગ્રામ જિલ્લામાં એક 52 વર્ષીય મહિલા પર એક વર્ષથી વધુ સમય સુધી વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે સેક્ટર 51ના મહિલા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 376 (બળાત્કાર) અને 506 (ગુનાહિત ધમકી) હેઠળ ડ્રાઈવર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

ગુરુવારે આ અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે પીડિત મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી પીડિતાના પતિના ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને ઘરના કામમાં પણ મદદ કરતો હતો.

ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે 10 ડિસેમ્બર 2019ના રોજ જ્યારે તે ઘરે એકલી હતી ત્યારે ડ્રાઈવર તેના રૂમમાં ઘુસી ગયો અને તેની સાથે બળાત્કાર કર્યો.

જ્યારે તેણીએ ડ્રાઈવરનો પ્રતિકાર કર્યો, ત્યારે આરોપીએ તેના પતિને મારી નાખવાની ધમકી આપી અને તેના પર બળાત્કાર કર્યો. પોલીસે ફરિયાદીને ટાંકીને જણાવ્યું હતું કે તે દિવસ પછી આરોપીએ તેના પર એક વર્ષથી વધુ સમય સુધી બળાત્કાર ગુજાર્યો હતો અને જો તેણીએ તેના પતિને આ વિશે કહેવાનો પ્રયાસ કર્યો તો તેને મારી નાખવાની ધમકી આપી હતી.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(7:58 pm IST)