Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

' સંગીતથી સ્વાસ્થ્ય અને સુખ ' : જોય એકેડેમી અમેરિકા અને શ્રી જીણાભાઇ કણસાગરા પરીવારના ઉપક્રમે 7 ઓક્ટોબર 2022 ના રોજ જાણીતા ફિઝિશિયન અને તત્વચિંતક ડો.કમલ પરીખ પાસેથી સંગીત થેરાપી વિષે જાણકારી મેળવવાની તક : 'ઝૂમ' એપ ના માધ્યમથી જોડાઈ શકાશે

ડાયાબિટીસ થતો અટકાવવા અને થયો હોય તો તેની સફળ સારવાર તથા સંપૂર્ણ સુખાકારી માટે કર્મયોગી પ.પૂ.શ્રી જીણાભાઇ કણસાગરાની સ્મૃતિમાં પાંચ વેબિનારનું આયોજન : યોગ, પ્રાણાયામ, ધ્યાન, સંગીત, આહાર, તેમજ મુદ્રા સહીત ભારતની અમૂલ્ય વિદ્યાઓ દ્વારા તંદુરસ્તી પ્રાપ્ત કરવાની માસ્ટર કી : સમગ્ર વેબિનારને સંચાલન કરશે ડેન્ટલ સર્જન ડો. દ્રષ્ટિ કનેરીયા (કણસાગરા)

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : ' મ્યુઝિક થેરાપી ફોર વેલનેસ ' .સંગીતથી સ્વાસ્થ્ય અને સુખ. જોય એકેડેમી અમેરિકાના ઉપક્રમે ડાયાબિટીસ થતો અટકાવવા અને થયો હોય તો તેની સફળ સારવાર તથા સંપૂર્ણ સુખાકારી માટે કર્મયોગી પ.પૂ.શ્રી જીણાભાઇ કણસાગરાની સ્મૃતિમાં પાંચ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યોગ ,પ્રાણાયામ ,ધ્યાન ,સંગીત આહાર ,તેમજ મુદ્રા સહીત ભારતની અમૂલ્ય વિદ્યાઓ દ્વારા તંદુરસ્તી પ્રાપ્ત કરવાની માસ્ટર કી બતાવવામાં આવશે. 7 ઓક્ટોબર 2022 ના રોજ આયોજિત વેબિનારમાં જાણીતા ફિઝિશિયન અને તત્વચિંતક ડો.કમલ પરીખ પાસેથી સંગીત થેરાપી વિષયક જાણકારી મેળવવાનું ચૂકશો નહીં. વેબિનારમાં ઝૂમ એપ ના માધ્યમથી જોડાઈ શકાશે .

તો ચાલો મિત્રો આપણા સર્વાંગી સ્વાસ્થ્ય સાથે સુખી જીવન માણવા માટે સંગીત વિષે તેના નિષ્ણાંત ડો.કમલ પરીખ પાસેથી જાણકારી મેળવીએ .અમને પૂરો વિશ્વાસ છે કે આપને ખુબ મજા આવશે જ .સહુને વેબિનારમાં જોડાવા કણસાગરા પરિવારે આમંત્રણ પાઠવ્યું છે. આ વખતના વેબિનારના સ્પોન્સર તરીકે શ્રી દર્શન તથા સુશ્રી જાનકી કણસાગરા છે.

વેબિનારમાં મૉડરેટર તરીકે ડેન્ટલ સર્જન ડો.દ્રષ્ટિ કનેરીયા (કણસાગરા ) સેવાઓ આપશે. અમેરિકામાં વેબિનાર 7 ઓક્ટોબર 2022 શુક્રવારના રોજ યોજાશે. જે સાંજે 6:30 (PST) - 9:30 (EST) સુધીનો રહેશે. ભારતમાં, ભારતીય સમય પ્રમાણે આ વેબીનાર 8 ઓક્ટોબર 2022 શનિવારના રોજ, સવારે 7-00 કલાક જોઈ શકશે.

જે માટે Zoom Meeting ID : 896 6331 2847 અને Passcode : music રાખવામાં આવેલ છે.

(7:17 pm IST)