Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

દેશના ૨૦ રાજયોમાં ૧૩ ઓકટોબર સુધી ભારે વરસાદની ચેતવણી

પહાડી પ્રદેશોમાં ગુલાબી ઠંડીનો અહેસાસ: ચક્રવાણી તોફાન સહિત બે સિસ્‍ટમ્‍સ સક્રિયઃ અનેક રાજયોમાં રેડ-ઓરેંજ એલટ

નવી દિલ્‍હીઃ હવામાનમાં ફરી એકવાર ફેરફાર  જોવા મળી રહ્યો છે. દેશના ઘણા રાજયોમાં વરસાદી ગતિવિધીઓ શરૂ થઇ ગઇ છે, તો હવામાન વિભાગે  બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, ઉત્તારાખંડ, મધ્‍યપ્રદશ સહિત પૂર્વના રાજયોમાં ભારે વરસાદનુ  એલર્ટ જાહેર કર્યુ છે. પહાડી રાજયોમાં પર્વતોના શિખરો પર બરફ વર્ષા ચાલુ થઇ ગઇ છે. પહાડી રાજયોમાં ગુલાબી ઠંડી  પણ જોવા મળી રહી છે. ૨૦ ઓકટોબર સુધીમાં યુપી અને બિહારના કેટલાક ભાગોમાં ગુલાબી ઠંડી જોવા મળશે.

હવામાન વિભાગનું માનવામાં આવે તો સુપર સાઇકલોન નોરૂ ના કારણે બંગાળની ખાડી ઉપર  ચક્રવાતી સીસ્‍ટમ્‍સ ઉભી થઇ છે. જેના લીધે મોસમનો મિજાજ બદલાયો છે. હવામાન વિભાગે પヘમિ બંગાળ, ઓરિસ્‍સા,ઝારખંડ,મધ્‍યપ્રદેશ, આંધ્રપ્રદેશ,બિહાર, યુપી અને પૂર્વ રાજસ્‍થાન  ઉપરાંત હરિયાણાના કેટલાક ભાગોમાં વરસાદનું યેલો એલર્ટ જાહેર કર્યુ છે. સાથે જ ગાજવીજ અને વીજળી પડવાની ચેતવણી પણ અપાઇ છે.

હવામાન વિભાગ અનુસાર, પヘમિ  ઉત્તર પ્રદશે, ઉતરાખંડ, આંદામાન નિકોબાર દ્વીપ સમુહ, ઓરિસ્‍સા, પૂર્વ ઉત્તરપ્રદેશ, મધ્‍ય પ્રદેશ, તટીય આંધ્રપ્રદેશ તેલંગાણા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઇ કલમાં ભારે અને વ્‍યાપક વરસાદ  પડવાની  શકયતા છે. અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્‍ડ, મણીપુર, મીઝોરમ, ત્રિપુરા, ઉપ હિમાલયી પヘમિ બંગાળ, સિક્કીમ, ઝારખંડ,  વિદર્ભ  અને છત્તીસગઢમાં ગાજવીજ સાથે વ્‍યાપક રૂપે વરસાદ પડવાની  શકયતા છે. બિહાર, હિમાચલ પ્રદેશ,મરાઠવાડા, રાયલસીમા, કર્ણાટક કેરલ અને લક્ષદ્વીપમાં ગાજવીજ સાથે છાંટા પડી શકે છે. હરિયાણા, ચંડીગઢ, દિલ્‍હી, પૂર્વ  રાજસ્‍થાન,ગુજરાત,  કોંકણ, ગોવા અને મધ્‍ય મહારાષ્‍ટ્રમાં વીજળી પડી શકે છે. જ્‍યારે બાકીના વિસ્‍તારોમાં સૂકા હવામાનની શકયતા છે.

(4:15 pm IST)