Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

અમેરિકામાં હવે ગાંજો પીવો કે રાખવો તે ગુનો નહીં ગણાય : જેલમાં રહેલા લોકોને મુક્ત કરવામાં આવશે : પ્રેસિડન્ટ જો બિડેને મારિજુઆના સંબંધિત કાયદા બદલ્યા

વોશિંગટન : રાષ્ટ્રપતિ બિડેને કહ્યું કે લોકોને મારિજુઆના રાખવા બદલ જેલમાં ધકેલી દેવામાં આવે છે, જ્યારે ઘણા રાજ્યોમાં તેના પર પ્રતિબંધ નથી. તેણે તેના સંબંધમાં થતા વંશીય ભેદભાવનો પણ ઉલ્લેખ કર્યો.

અમેરિકામાં કેનાબીસ રાખવાના દોષિત હજારો લોકોને માફ કરવામાં આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ગુરુવારે આની જાહેરાત કરી હતી. આ પગલું ફેડરલ કાયદા હેઠળ આ ડ્રગને અપરાધિક બનાવવાની દિશામાં લેવામાં આવ્યું છે. બિડેને કહ્યું, 'આ નિર્ણય મારી માન્યતાને પ્રતિબિંબિત કરે છે કે કેનાબીસનો ઉપયોગ કરવા અથવા રાખવા બદલ કોઈને જેલમાં ન ધકેલવા જોઈએ. મારિજુઆના પ્રત્યેના અમારા નિષ્ફળ અભિગમને કારણે ઘણા લોકોનું જીવન ખોરવાઈ ગયું છે. ખોટા નિર્ણયોને સુધારવાનો આ યોગ્ય સમય છે.

અમેરિકી પ્રમુખે કહ્યું કે ગોરા અને કાળા તમામ પ્રકારના લોકો ગાંજાનો ઉપયોગ કરે છે, પરંતુ ગાંજાનો ઉપયોગ કરવા અથવા રાખવા બદલ ગોરા કરતાં વધુ કાળા લોકોની ધરપકડ કરવામાં આવે છે. તેમના પર કેસ ચલાવવામાં આવે છે અને જો તેઓ દોષિત સાબિત થાય છે, તો તેમને જેલમાં ધકેલી દેવામાં આવે છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:15 pm IST)