Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

લંડનમાં ટ્રિપલ મર્ડર કેસ : ભારતીય મૂળના પરિવારનો માળો વેરવિખેર : 42 વર્ષીય કુહા રાજ ,તથા તેની પત્ની 36 વર્ષીય પુર્ણા કામેશ્વરી ,અને 3 વર્ષીય પુત્ર કૈલાસ તેમના નિવાસ સ્થાને મૃતક હાલતમાં મળી આવ્યા : પોલીસ તપાસ ચાલુ

લંડન : મલેશિયાથી આવી લંડનમાં સ્થાયી થયેલા ભારતના તામિલનાડુના વતની પરિવારનો માળો વેરવિખેર થઇ ગયો છે.પ્રાપ્ત  માહિતી મુજબ ગઈકાલ મંગળવારે તેમના નિવાસ સ્થાનેથી  42 વર્ષીય કુહા રાજ ,તથા તેની પત્ની 36 વર્ષીય પુર્ણા કામેશ્વરી ,અને 3 વર્ષીય પુત્ર કૈલાસ કુહા રાજ મૃતક હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસને  ફોનથી જાણ કરાતા સ્થળ ઉપર જઈ તપાસ કરાઈ હતી પરંતુ એપાર્ટમેન્ટના ચોથા મળે રહેતા આ પરિવારનો ફ્લેટ અંદરથી બંધ હોવાથી ફરજીયાત ધક્કા મારી ખોલવાની ફરજ પડી હતી.જેમાં ત્રણે મૃતક હાલતમાં મળી આવ્યા હતા.
પાડોશીઓના નિવેદન  મુજબ લોકડાઉન દરમિયાન પતિ પત્ની વચ્ચે અણબનાવ થતા જોવા મળ્યા હતા.આથી પોલીસના અનુમાન મુજબ પત્ની તથા બાળકની હત્યા કરી પતિએ પણ આત્મહત્યા કરી હોઈ શકે.પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:30 pm IST)