Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

પશ્ચિમ સહારામાં પ્રવાસીઓ ભરેલી બોટ પલટી :42 લોકોના મોતની આશંકા

30 મહિલાઓ અને આઠ બાળકો સહિત 42 જેટલા મુસાફરોના મોત:10 લોકોને બચાવી લેવાયા : દરિયા કિનારેથી 12 મૃતદેહો મળ્યા

>બાર્સેલોના : પશ્ચિમ સહારાના દરિયાકાંઠાના શહેર ડાખલાથી પરપ્રાંતિયોથી ભરેલી એક હોડી પલટી ગઈ છે, જેમાં 30 મહિલાઓ અને આઠ બાળકો સહિત 42 જેટલા મુસાફરોના મોત થયા છે. સ્પેનિશ અધિકાર કાર્યકરોએ આ માહિતી આપી હતી. બિનસરકારી સંસ્થા વોલ્કિંગ બોર્ડરની સ્થાપક હેલેના માલેનોએ ગુરુવારે મોડી રાત્રે ટ્વિટ કર્યું હતું કે, તેણે અકસ્માતમાં બચી ગયેલા 10 લોકોમાંથી એક સાથે વાત કરી હતી, તેમણે જણાવ્યું હતું કે, પ્રવાસ કરનારાઓનું એક જૂથ સ્પેનના કેનેરી ટાપુઓ પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું હતું.

ડાખલામાં હાજર મોરોક્કન અધિકારીઓએ આ સંદર્ભમાં હજી સુધી કોઈ ટિપ્પણી કરી નથી. જો કે, સ્થાનિક મીડિયા અનુસાર, ગુરુવારે દરિયા કિનારેથી 12 મૃતદેહો મળી આવ્યા હતા જ્યારે 10 લોકોને માછીમારોએ બચાવી લીધા હતા

નોંધનીય છે કે મોરોક્કોએ 1975માં પશ્ચિમી સહારા પ્રદેશને જોડ્યો હતો અને ત્યારથી તે આ વિવાદિત વિસ્તાર પર દાવો કરી રહ્યો છે.
(1:19 am IST)