Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

બિહારના દરભંગામાં મંદિરમાં પૂજા માટે ગયેલી મહિલાને પૂજારીએ મારતા ચકચાર વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

પૂજારીને મંદિરના વહીવટદારોએ કામમાંથી હટાવી દીધા: બનાવ વિષે તપાસનો આદેશ

બિહારના દરભંગામાં આવેલા એક મંદિરમાં એક મહિલા ભાવિકને મારવાની ચોંકાવનારી ઘટના બની છે, જેનો વિડિયો સોશ્યલ મીડિયા પર ઝડપભેર વાયરલ થઇ રહ્યો છે. જેના પર મહિલા ભાવિકને મારવાનો આરોપ છે એ પૂજારીને મંદિરના વહીવટદારોએ કામમાંથી હટાવી દીધા છે અને બનાવ વિષે તપાસનો આદેશ કર્યો છે.

આ જ પખવાડિયામાં બનેલી આ ઘટનામાં એવું થયું કે રાજ પરિસરમાં રહેતાં મા શ્યામા નામની મહિલા માઇ મંદિરમાં પૂજા કરવા ગઇ હતી. કોરોના માર્ગદર્શિકાઓના લીધે જનસામાન્ય માટે મંદિરના દરવાજા બંધ હતાં.

મહિલા મંદિરની અંદર જઇને પૂજા કરવા માટે હઠે ચઢી હતી. એ જ મુદ્દે મંદિરના પૂંજારી સાથે મહિલાની ટક્કર થઇ ગઇ. પૂજારીએ પહેલાં મહિલા સાથે બદતમીજી કરી એ પછી એને વાળ પકડીને મારી.

મહિલાએ પૂજારીના ગેરવર્તનનો વિરોધ કર્યો તો પૂજારીએ એને ધક્કા મારીને મંદિરના પ્રાંગણમાંથી બહાર કાઢી મૂકી. ત્યા ભેગા થઇ ગયેલા લોકોએ આ બનાવનો વીડિયો ઉતારી લીધો જેને સોશ્યલ મીડિયા પર 'શેર' કરી દેવાયો.હતો

(1:13 am IST)