Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ફ્લાઈંગ સિખ મિલ્ખા સિંહનું સ્વપ્ન સાકાર:નીરજે ગોલ્ડ મેડલ જીત્યા બાદ કહ્યું- તેઓ કદાચ મને સ્વર્ગમાંથી જોઈ રહ્યાં હશે

મિલ્ખાસિંહ અનેક વખત ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા હતા કે, કોઈ ભારતીય એથલિટ્સ ગોલ્ડ જીતે.: નીરજે કહ્યું હું મેડલ સાથે મિલ્ખા સિંહને મળવા ઈચ્છતો હતો.

નવી દિલ્હી :  ફ્લાઈંગ સિખ મિલ્ખા સિંહે દુનિયાને અલવિંદા કહ્યાં પછી લગભગ પૌણા બે મહિના પછી તેમનું સ્વપ્ન સાકાર થયું. મિલ્ખા ઈચ્છતા હતા કે કોઈ ભારતીય ફિલ્ડ અને ટ્રેક પર એટલે એથલેટિક્સમાં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતે. જેવલિન થ્રોમાં ગોલ્ડ જીતીને હરિયાણાના નીરજ ચોપડાએ ઈતિહાસ રચી દીધો છે. મિલ્ખા સિંહનું કોવિડ સંક્રમણ પછી 18 જૂને નિધન થઈ ગયું છે.

મિલ્ખા સિંહે 1956ના મેલબર્ન ઓલિમ્પિક, 1960ના રોમ ઓલિમ્પિક અને 1964ના ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો, પરંતુ તેઓ મેડલ જીતી શક્યા નહતા. તેમને રોમ ઓલિમ્પિકમાં 400 મીટર રેસમાં ભાગ લીધો હતો પરંતુ મેડલ જીતવાથી સેકન્ડના દસમાં ભાગથી ચૂકી ગયા હતા અને ચોથા સ્થાન પર રહ્યાં હતા. તે પછી તેઓ અનેક વખત ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા હતા કે, કોઈ ભારતીય એથલિટ્સ ગોલ્ડ જીતે.

હરિયાણાના પાનીપતમાં રહેનાર નીરજે મેડલ જીત્યા પછી કહ્યું, “હું મારા ગોલ્ડ મેડલને મહાન મિલ્ખા સિંહને સમર્પિત કરૂ છું. તેઓ કદાચ મને સ્વર્ગમાંથી જોઈ રહ્યાં હશે. હું મેડલ સાથે મિલ્ખા સિંહને મળવા ઈચ્છતો હતો. મેં ગોલ્ડ મેડલ જીતવા વિશે તો વિચાર્યું નહતુ પરંતુ હું કંઈક અલગ કરવા માંગતો હતો. હું જાણતો હતો કે, આજે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશ. હું ઓલિમ્પિકનો રેકોર્ડ તોડવા માંગતો હતો, તેથી કદાચ સારૂ પ્રદર્શન કરી શક્યો.”

તે ઉપરાંત નીરજે પોતાના ગોલ્ડ મેડલને પીટી ઉષા અને તે એથલિટ્સને સમર્પિત કર્યું, જે ઓલિમ્પિક મેડલ જીતવાથી થોડા માટે ચૂકી ગયા છે. નીરજે આગળ કહ્યું, જ્યારે રાષ્ટ્રગીત વાગી રહ્યું હતુ અને ભારતીય તિરંગો ઉપરની તરફ જઈ રહ્યો હતો, ત્યારે તેઓ રડવાના હતા.

(9:25 pm IST)