Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

નશો કરાવતા કફ સીરપ અથવા માદક પદાર્થો ધરાવતી દવા વેચવી તે બાબત નાર્કોટિક ડ્રગ્સ એક્ટ મુજબ ગુનો છે : ડોકટરના પ્રિસ્ક્રિપશન વગર તથા સરકારના લાયસન્સ વિના આવી દવાઓ વેચનારને જામીન આપી શકાય નહીં : મધ્ય પ્રદેશ હાઇકોર્ટ

લખનૌ : તાજેતરમાં મધ્ય પ્રદેશ હાઇકોર્ટ પાસે આવેલી જામીન અરજીની સુનાવણી દરમિયાન નામદાર કોર્ટે જણાવ્યું હતું કે ડોકટરના પ્રિસ્ક્રિપશન વગર તથા સરકારના લાયસન્સ વિના નશો કરાવતા કફ સીરપ અથવા માદક પદાર્થો ધરાવતી દવા વેચવી તે બાબત નાર્કોટિક ડ્રગ્સ એક્ટ મુજબ ગુનો છે .

આ આરોપસર એપ્રિલ માસથી જેલમાં પુરાયેલા આરોપીએ જામીન ઉપર છૂટવા માંગણી કરી હતી.જેના અનુસંધાને નામદાર કોર્ટે જણાવ્યું હતું કે આરોપી ઉપર નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985 ની કડક જોગવાઈઓ લાગુ થશે.તેથી તે જામીન ઉપર છોડવા માટે લાયક નથી.
ઉલ્લેખનીય છે કે આરોપીના કબ્જામાંથી 100 મિલીપ્રમાણ ધરાવતી કફ સીરપની 30 બોટલ મળી આવી હતી, જેમાં એક માદક પદાર્થ કોડીન ફોસ્ફેટ મળી આવ્યું હતું. તે પછી NDPS એક્ટની કલમ 8, 21, 22 અને મધ્યપ્રદેશ ડ્રગ કંટ્રોલ એક્ટ 1951 ની કલમ 5 અને 13 હેઠળ FIR નોંધવામાં આવી હતી. તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(7:13 pm IST)