Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

પોતાના પુત્રના મિત્ર સાથે પ્રેમ થતાં મહિલાએ લગ્ન કર્યા

બ્રિટનમામાં પ્રેમ સબંધની અજબ કહાની : ૪૫ વર્ષની મહિલાએ ૧૬ વર્ષના યુવક સાથે લગ્ન કર્યાને ૧૨ વર્ષ થયા, પુત્રનો મિત્ર ઘરે વીડિયો ગેમ રમવા આવતો

લંડન, તા. : કહેવાય છે કે પ્રેમ ક્યારેય પણ કોઈની પણ સાથે થઈ શકે છે. કારણકે આવી એક ઘટના બ્રિટનની એક મહિલા સાથે બની છે કે જેને પોતાના દીકરાના મિત્ર સાથે પ્રેમ થઈ ગયો. ઈંગ્લેન્ડમાં રહેતી મર્લિન બુટિંઈજ  નામની મહિલાએ તેના કરતા ઉંમરમાં ૨૯ વર્ષ નાના વિલિયમ સ્મિથ સાથે લગ્ન કર્યા. હવે કપલના લગ્નના ૧૨ વર્ષ પૂરા થઈ ગયા છે.

મળતી માહિતી મુજબ, મહિલાની વિલિયમ સ્મિથ નામના યુવક સાથે પ્રથમ મુલાકાત વર્ષ ૨૦૦૬માં થઈ હતી. ત્યારે મહિલાની ઉંમર ૪૫ વર્ષ જ્યારે વિલિયમ સ્મિથની ઉંમર ૧૬ વર્ષ હતી. રિપોર્ટ અનુસાર, વિલિયમ સ્મિથ મહિલાના દીકરાનો ખાસ દોસ્ત હતો અને તેમના ઘરે વિડીયો ગેમ રમવા માટે આવતો હતો. ત્યારે વિલિયમ સ્મિથની મુલાકાત તેના ખાસ મિત્રની માતા સાથે થઈ અને તેઓ એકબીજાની નજીક આવ્યા.

વિલિયમ સ્મિથ બાદમાં રેગ્યુલર તેના ખાસ મિત્રના ઘરે જવા લાગ્યો કે જ્યાં મિત્રની માતાને પણ મળવા લાગ્યો. પછી તેણે પોતાના ખાસ મિત્રની માતા સાથે લગ્ન કરી લીધા. તેમના પરિવારના સભ્યો નિર્ણયના વિરોધમાં હતા તેમ છતાં તેમણે લગ્ન કરી લીધા. તેમણે એકબીજાનો સાથ છોડ્યો નહીં અને એકબીજાની સાથે રહેવા લાગ્યા.

હવે મર્લિન બુટિંઈજ અને વિલિયમ સ્મિથના લગ્નને ૧૨ વર્ષ થઈ ગયા છે અને તેઓ વચ્ચેનો પ્રેમ આજે પણ પ્રથમ મુલાકાત જેવો છે. વિલિયમ નામનો યુવક જણાવે છે કે મને ખબર છે કે અમારા વચ્ચે કશું સ્પેશિયલ છે. તે મારી ડ્રીમ વુમન હતી અને આજે પણ છે. લોકોને જે કહેવું હોય તે કહે પણ અમે આજે પણ સાથે છીએ. કારણકે અમે એકબીજાને સમજીએ છીએ.

(7:10 pm IST)