Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

BCCI મેચ રેફરીએ ખેલાડીની માતાની સાથે આચરેલું દુષ્કર્મ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની ચોંકાવનારી ઘટના : વરૂણ કુમારે મહિલાને ઘરે બોલાવી કોલ્ડડ્રીંક્સમાં નશીલો પદાર્થ ભેળવીને મહિલા સાથે ગંદુ કામ કરી ધમકી આપી

ગાઝિયાબાદ, તા. : ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. બીસીસીઆઈના મેચ રેફરી વરુણ કુમાર સામે ગાઝિયાબાદના ઈંદિરાપુરમ પોલીસ મથકમાં રેપનો કેસ નોંધાયો છે. વરુણ દિલ્હી માટે રણજી ટ્રોફી રમી ચૂક્યા છે. તે લાંબા સમય સુધી ડીડીસીએનો સિલેક્ટર રહ્યા છે. આરોપ છે કે, વરુણ ૨૦૧૨-૧૩માં જ્યારે ડીડીસીએની અંડર-૧૪ સિલેક્શન કમિટીના ચેરમેન હતા ત્યારે એક ખેલાડીની મા સાથે ઓળખાણ થઈ હતી. તેણે મહિલાને તેના પુત્રની સારી કરિયરના સપના બતાવ્યા અને તેના પર રેપ કર્યો.

મહિલાએ રેપ અને મારી નાખવાની ધમકી આપવાનો કેસ નોંધાવ્યો છે. ધરપકડથી બચવા માટે વરુણ હાલ ફરાર છે. જાણકારી મુજબ, ઈંદિરાપુરમની એટીએસ એડવાન્ટેજ સોસાયટીમાં રહેતા પૂર્વ દિલ્હી રણજી પ્લેયર વરુણ કુમાર બીસીસીઆઈના મેચ રેફરી છે. ૩૮ વર્ષના વરુણ બીએસએનએલમાં સીનિયર તરીકે સ્પોર્ટસ ઓફિસરના પદ પર પણ તૈનાત છે.

પીડિત મહિલાએ પોલીસને આપેલી ફરિયાદમાં કહ્યું કે, તે ગાઝિયાબાદમાં રહે છે. તેનો દીકરો ક્રિકેટ રમે છે. ત્રણ ઓગસ્ટે તે પોતાની ફાઈલ આપવા માટે એટીએસ સોસાયટી ગઈ હતી. ત્યાં વરુણ કુમારે તેને પોતાના ઘરે બોલાવી. આરોપ છે કે, જ્યારે મહિલા ત્યાં ગઈ તો વરુણ તેને કોલ્ડ ડ્રિંક્સ પીવા આપ્યું. તે પીતા મહિલા બેભાન થઈ ગઈ. તે પછી વરુણે તેની સાથે ગંદુ કામ કર્યું.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે, જ્યારે તેને ભાન આવ્યું ત્યારે તેના કપડાં ગંદા અને અસ્ત-વ્યસ્ત હતા. તે જોઈ તે રડવા લાગી. ત્યારે વરુણ કુમારે તેને કહ્યું કે, તમારી તબીયત સારી નથી, તમારે અહીંથી જવું જોઈએ. આરોપ છે કે, વરુણ કુમારે મહિલાને ધમકી આપી. ત્યાંથી આવ્યા બાદ પીડિત મહિલાએ વરુણ કુમાર સામે રેપ અને ધમકી આપવાનો કેસ નોંધાવ્યો છે.

દિલ્હીના પૂર્વ રણજી પ્લેયર વરુણ કુમાર બીસીસીઆઈના મેચ રેફરી છે. વરુણ દિલ્હી માટે ૨૧ રણજી મેચ રમી ચૂક્યા છે. તે ઉપરાંત વરુણ ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી વીજી ટ્રોફી ચેમ્પિયનશિપના ત્રણ વખત વિજેતા કેપ્ટન રહ્યા છે. તેઓ અંડર-૧૯ દિલ્હી સ્ટેટ સિલેક્ટર અને દિલ્હી રણજી ટીમના સિલેક્ટર રહ્યા છે. તે ઉપરાંત તે દિલ્હી અંડર-૧૪ના ચેરમેન પણ રહ્યા છે.

(7:09 pm IST)