Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ટોક્‍યો ઓલિમ્‍પિકમાં મહિલા ગોલ્‍ફર આદિતી અશોકે ઇતિહાસ રચ્‍યોઃ સામાન્‍ય અંતરથી મેડલ ચુક્‍યા પરંતુ શુભેચ્‍છાનો વરસાદ વરસ્‍યો

સોશ્‍યલ મીડિયા ઉપર રાષ્‍ટ્રપતિ, વડાપ્રધાન સહિતનાએ શુભેચ્‍છા પાઠવી

ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિકની મહિલા ગોલ્ફ ઇવેન્ટમાં ભારતની યુવા ગોલ્ફર અદિતિ અશોકે શાનદાર પ્રદર્શન કરતા ઈતિહાસ રચી દીધો છે. અદિતિનો કુલ સ્કોર15 અન્ડર 269 રહ્યો અને તે બે સ્ટ્રોક્સથી મેડલ ચુકી ગઈ. ખેલોના મહાકુંભમાં શાનદાર પ્રદર્શન કરનાર અદિતિને સોશિયલ મીડિયા પર શુભેચ્છા આપનારની લાઇનો લાગી છે. ખેલ મંત્રી અનુરાગ ઠાકુરથી લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અદિતિના પ્રદર્શનની પ્રશંસા કરી છે.

(4:47 pm IST)