Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

નર્સિંગ કોલેજમાં ભણવા આવેલા ૨૧ છાત્રો કોરોના પોઝિટિવ, તમામે રસીનો એક ડોઝ લીધો હતો

નવી દિલ્હી : કર્ણાટકના હસન શહેરની એક પ્રાઈવેટ નર્સિંગ કોલેજમાં ભણવા માટે આવેલા ૪૮ વિદ્યાર્થીઓમાંથી ૨૧ વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. હાલમાં આ વિદ્યાર્થીઓને આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે અને એક પ્રાઈવેટ કોવિડ સેન્ટરમાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે, સંક્રમિત થયેલા તમામ ૨૧ વિદ્યાર્થીઓએ કોરોનાની રસીનો એક ડોઝ લીધો હતો. જો કે આમ છતા તેમને સંક્રમણ લાગ્યુ છે અને એ પછી આ શહેરની ૯ નર્સિંગ કોલેજોના ૯૦૦થી વધારે વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. કુલ ૧૦૦ વિદ્યાર્થીઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. કર્ણાટકમાં ચોવીસ કલાકમાં ૧૮૦૦ નવા દર્દીઓ સામે આવ્યા છે. કોરોનાના કેસમાં કર્ણાટક કેરાલા અને મહારાષ્ટ્ર બાદ ત્રીજા સ્થાને છે.

(4:31 pm IST)