Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

આવતા અઠવાડિયે આવી રહ્યા છે વધુ ૪ IPO, જાણો ગ્રે માર્કેટ પ્રીમિયમ, પ્રાઇસ બેન્ડ કેટલી?

નવી દિલ્હી, તા.૭: તાજેતરમાં ચાર આઈપીઓ માટે બોલી બંધ થયા બાદ આવતા અઠવાડિયે ફરી ચાર નવા આઈપીઓ ખુલવા જઈ રહ્યા છે. આ ચાર આઈપીઓમાં કાર ટ્રેડ આઈપીઓ અને નુવોકા વિસ્ટાર આઈપીઓ નવમી ઓગસ્ટ, ૨૦૨૧ અને અન્ય બે આઈપીઓ એપ્ટસ વેલ્યૂ હાઉસિંગ અને કેમપ્લાસ્ટ સનમાર ૧૦મી ઓગસ્ટના રોજ ખુલશે.

આઈપીઓમાં બોલી લગાવનાર લોકો માટે આવતું અઠવાડિયું ખૂબ વ્યવસ્થ રહેશે. કારણ કે Roelx Rings IPO ભારતીય શેર માર્કેટ પર ૯મી ઓગસ્ટ એટલે કે સોમવારના રોજ લિસ્ટ થશે. શુક્રવારે બંધ થયેલા ચાર આઈપીઓ માટે શેરની ફાળવણી પણ આગામી અઠવાડિયે થવાની સંભાવના છે.

આગામી ચાર આઈપીઓમાંથી કાર ટ્રેડ ટેકના પ્રમોટરો જાહેર ઇશ્યૂથી ઈં   ૨,૯૯૮.૫૧ કરોડ રૂપિયા એકઠા કરશે. નુવોકો વિસ્ટાના પ્રમોટરો પોતાના બુક બિલ્ડ ઇશ્યૂથી ઈં  ૫,૦૦૦ કરોડ રૂપિયા એકઠા કરશે. જયારે એપ્ટસ વેલ્યૂ હાઉસિંગ ફાઇનાન્સ ઇન્ડિયા લિમિટેડનું લક્ષ્ય રૂ.૨,૭૮૦.૦૫ કરોડ રૂપિયાનું છે. જયારે કેમપ્લાસ્ટ સનમાન આઈપીઓ મારફતે રૂ. ૩,૮૫૦ કરોડ રૂપિયા એકઠા કરશે. એટલે કે ચારેય કંપનીઓ આઈપીઓથી કુલ રૂ.૧૪,૬૨૮.૫૫ કરોડ રૂપિયા એકઠા કરશે.

આગામી અઠવાડિયે ચાર કંપની દલાલ સ્ટ્રીટમાં દસ્તક દેશે. ઉલ્લેખનીય છે કે ગ્રે માર્કેટ પહેલાથી જ આઈપીઓ અંગે બજારના મૂડના સંકેત આપી દે છે. કાર ટ્રેડ આઈપીઓ અને નુવોકો વિસ્ટાસ આઈપીઓ માટે ગ્રે માર્કેટ પ્રીમિયમ હાલ ઉપલબ્ધ છે. હાલ કાર ટ્રેડ આઈપીઓ માટે જીએમપી (Car Trade IPO GMP) રૂ. ૪૫૦ છે. જયારે નુવોકો વિસ્ટાર આઈપીઓ માટે જીએમપી (Nuvoco Vistas IPO GMP)રૂ.૪૦ છે.

કાર ટ્રેડ આઈપીઓ અને નુવોકો વિસ્ટાસ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ૯ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ ખુલશે, જે ૧૧ ઓગસ્ટ સુધી ભરી શકાશે. એપ્ટસ વેલ્યૂ હાઉસિંગ અને કેમપ્લાસ્ટ સનમાર આઈપીઓ ૧૦ ઓગસ્ટના રોજ ખુલશે અને ૧૨જ્રાક ઓગસ્ટ સુધી ભરી શકાશે.

કાર ટ્રેડ ટેકના પ્રમોટરોએ પોતાના પબ્લિક ઇશ્યૂની કિંમત રૂ.૧૫૮૫થી રૂ.૧૬૧૮ નક્કી કરી છે, જયારે નુવોકો વિસ્ટાર આઈપીઓની પ્રાઇસ બેન્ડ રૂ. ૫૬૦થી રૂ.૫૭૦ છે. એપ્ટસ વેલ્યૂ હાઉસિંગ આઈપીઓની કિંમત રૂ.૩૪૬     રૂ.૩૫૩ છે. જયારે કેમપ્લાસ્ટ સનમાર આઈપીઓની પ્રાઇસ બેન્ડ ઈં ૫૩૦થી રૂ.૫૪૧ છે.

Car Trade IPO અને Nuvoco Vistas IPOના શેરની ફાળવણી ૧૭ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ થવાની શકયતા છે. જયારે Aptus Value Housing અને Chemplast Sanmar આઈપીઓ માટે શેરની ફાળવણી ૧૯ ઓગસ્ટના રોજ થવાની શકયતા છે.

ચારેય આઈપીઓ NSE અને BSE પર લિસ્ટ થશે. કાર ટ્રેડ અને નુવોકો વિસ્ટાસના શેરનું લિસ્ટિંગ ૨૩ ઓગસ્ટ અને એપ્ટસ વેલ્યૂ હાઉસિંગ અને કેમપ્લાસ્ટ સનમારના શેરનું લિસ્ટિંગ ૨૪ ઓગસ્ટે થવાની સંભાવના છે. આ તારીખોમાં કંપનીઓ ફેરફાર કરી શકે છે.

(3:48 pm IST)