Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

તાલિબાને આપ્યો પાકિસ્તાનને મોટો ઝાટકો

સ્પીન બોલ્ડક ચમન સરહદ બંધ કરી : અફઘાનિસ્તાન માટે વિઝા દૂર કરવા માંગ

આ સરહદથી બંને દેશો વચ્ચે કરોડોનો વેપાર થાય છે : ઇમરાન સરકાર દ્વારા વિઝા નિયમોનો કડક અમલ કરવાનું શરૂ

નવી દિલ્હી, તા. ૭ : અફઘાનિસ્તાનમાં ભયાનક હુમલાઓ કરી રહેલા તાલિબાન આતંકવાદીઓ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન માટે ભસ્માસુર બની રહ્યા છે. તાલિબાન આતંકવાદીઓએ પાકિસ્તાન સાથે ખૂબ જ મહત્વની સરહદ બંધ કરી દીધી છે. તેઓએ માંગ કરી છે કે પાકિસ્તાન સરકાર અફઘાન લોકો ને અવિરતપણે પાકિસ્તાનમાં પ્રવેશવા દે અને વિઝાની જરૂરિયાત દૂર કરે. એવું માનવામાં આવે છે કે તાલિબાનની આ માંગ પાછળ એક મોટી યુકિત છુપાયેલી છે.

તાલિબાને શુક્રવારે સ્પિન બોલ્ડક-ચમન સરહદ બંધ કરી દીધી હતી. તાલિબાને તાજેતરમાં જ આ સરહદ કબજે કરોહ તી અને અફઘાન સુરક્ષા દળો પાસેથી અબજો રૂપિયાની વસૂલાત કરી હતી. આ સરહદ દ્વારા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ઘણો વેપાર થાય છે અને બંને દેશો ઘણી કમાણી કરે છે. તાલિબાને કહ્યું, જ્યાં સુધી પાકિસ્તાન સરકાર અફઘાન માટે વિઝાની જરૂરિયાત નાબૂદ નહીં કરે ત્યાં સુધી કોઈને આવવા-જવાની પરવાનગી આપવામાં આવશે નહીં.

પાકિસ્તાન હવે વિઝાની શરતોને આકરી કરી રહ્યુ છે અફઘાનિસ્તાન માટે, આ સરહદ ક્રોસિંગ સમુદ્ર સાથે જોડવા માટે સૌથી મહત્વનું છે, જે ચારે બાજુથી જમીનથી ઘેરાયેલું છે. પાકિસ્તાને શરૂઆતમાં તેની બાજુનો વિસ્તાર બંધ કરી દીધો હતો અને ગયા અઠવાડિયે જ તેને ફરીથી ખોલ્યો હતો. પરંતુ તાલિબાનોએ સ્પિન બોલ્ડક પર કબજો કર્યો ત્યારથી પાકિસ્તાન હવે વિઝાની શરતનો કડક અમલ કરી રહ્યું છે જે અગાઉ લાગુ કરવામાં આવી ન હતી.

તાલિબાને શુક્રવારે એક નિવેદન બહાર પાડીને પાકિસ્તાનને અફઘાન માટે તમામ વિઝા જરૂરિયાતોને દૂર કરવા કહ્યું હતું.

તાલિબાનોએ ચાલવા પર પણ પ્રતિબંધ મુક્યો છે. તે જ સમયે, કંદહારના તાલિબાન ગવર્નરે ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન આઈડી કાર્ડ સાથે જતા અફઘાનીઓ માટે સરહદના દરવાજા ખોલશે નહીં, તો તે અમારી બાજુથી બંધ થઈ જશે. તાલિબાનના પ્રવકતા ઝબીઉલ્લાહ મુજાહિદે પણ કહ્યું કે તેમના સંગઠનના નેતાઓએ આ પગલાને ટેકો આપ્યો હતો.

તાલિબાન તરફથી સતત કરવામાં આવી રહેલી આ માંગ પાછળ કોઇ મોટી ચાલ હોવાની આશંકા છે. તાલિબાન ઇચ્છે છે કે તેમના જેહાદી જે પાકિસ્તાનમાં રહેલા છે તેઓ સરળતાથી અફઘાનિસ્તાનથી પાકિસ્તાન આવતા જતા રહે.

એટલુ જ નહી જે તાલીબાનીઓ ગંભીર રીતે ઘાયલ છે તેમનેઅફ સારી હોસ્પિટલોમાં સારવાર મળે. અફઘાન સેના તરફથી મળતા સણસણતા જવાબમાં તાલિબાનના કેટલાયે લોકો ગંભીર રોતે ઇજા પામ્યા છે.

આથી તેમને પાકિસ્તાનના વિઝાની જરૂર રહેવાની. આ બાજુ કંગાળ પાક.ને સતત ડર લાગી રહ્યો છે કે હિંસાના કારણે કેટલાયે લોકો ભાગીને પાકિસ્તાન આવી શકે છે આ કારણે પાકિસ્તાનની મુશ્કેલી વધશે.

(3:01 pm IST)