Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

મગજમાં એક દુર્લભ વ્હાઈટ ફંગસ ફોડા એટલે કે એસ્પરગિલસ જોવા મળ્યોઃ વૈજ્ઞાનિકો પણ પરેશાન

દેશમાં કોરોનાથી રિકવર થયેલા દર્દીઓના મગજમાં નવા સંક્રમણનો યુનિક કેસ મળ્યો

નવી દિલ્હી, તા. ૭ : કોરોના મહામારીની ત્રીજી લહેરની આશંકા છે ત્યારે હૈદરાબાદમાં કોરોનાથી સાજા થયેલા દર્દીના મગજમાં એક દુર્લભ વ્હાઈટ ફંગસ ફોડા એટલે કે એસ્પરગિલસ (Aspergillus) જોવા મળ્યો છે.

હૈદરાબાદના સનસાઈન હોસ્પિટલના ન્યૂરોસર્જને કહ્યું કે દર્દી મે મહિનામાં સંક્રમિત થયો હતો. બીમારીના સમયે તેના ફેફસામાં ગંભીર સંક્રમણ હતું અને તેને બોલવામાં પણ તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો.

આ પછી તેનું બોડી સ્કેન કરાયું જેમાં ખ્યાલ આવ્યો કે દર્દીના બ્રેનમાં કલોટ જોવા મળ્યા છે, સતત સારવાર બાદ આ કલોટ સારા થયા નહીં અને સર્જરી કરવામાં આવી. વ્હાઈટ ફંગસ ફોડાએ ત્યા સ્થાન જમાવ્યું હતું અને આ એક ખૂબ જ દુર્લભ બીમારી માનવામાં આવે છે. 

મળતી માહિતી અનુસાર આ રેર કેસમાં જોવા મળે છે. ભારતમાં આ કેસ નહીંને બરાબર છે. આ યૂનિક કેસ છે. સામાન્ય રીતે ફંગલ ઈન્ફેકશનના દર્દી કે ખરાબ ઈમ્યૂન સિસ્ટમના દર્દીને જલ્દી ઝપેટમાં લે છે. ૬૦ વર્ષના દર્દીને ડાયાબિટિસની કોઈ સમસ્યા નથી તો તેઓએ ધ્યાન રાખવાની જરૂર છે.  ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાની બીજી લહેર બાદ બ્લેક ફંગસના કેસ સતત વધ્યા હતા. ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ દર્દીની સંખ્યા વધી હતી. તેના બાદ વાયરસના અનેક વેરિઅન્ટ સામે આવ્યા અને દર્દીના મગજમાં હવે વ્હાઈટ ફંગસ ફોડેની વાત સામે આવી છે જેને લઈને વૈજ્ઞાનિકો પણ હેરાન છે. 

ડોકટર્સનું કહેવું છે કે જેમ જેમ કોરોનાની બીજી લહેરનો ખતરો ઘટે છે તેમ તેમ બ્લેક ફંગસ અને પછી આવેલા વ્હાઈટ ફંગસના કેસ ઘટ્યા છે. પણ ખતરો ઘટ્યો નથી. કોરોના નવા નવા રૂપે હેલ્થને પ્રભાવિત કરી રહ્યો છે. આ માટે કોરોના પ્રોટોકોલનું પાલન કરતા રહેવું જરૂરી છે.

(3:01 pm IST)