Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ડેલ્ટા વેરિઅન્ટથી દુનિયાની સ્થિતિ હજુ પણ ખરાબ બની શકે : મોટી સંખ્યામાં ICU બેડની જરૂર પડશે

યૂનિવર્સિટી ઓફ મિનેસોટામા સંક્રામક રોગ વિશેષજ્ઞ માઈકલ ઓસ્ટરોમની ચેતવણી

નવી દિલ્હીઃ તા.૭ : યૂનિવર્સિટી ઓફ મિનેસોટામાં સંક્રામક રોગ વિશેષજ્ઞ માઈકલ ઓસ્ટરોમે કહ્યું કે ડેલ્ટા વેરિઅન્ટ પોતાનું પ્રચંડ રૂપ દેખાડી શકે છે. અને સાથે મોટી સંખ્યામાં આઇસીયુ બેડની જરૂર પડશે.

અમેરિકી વૈજ્ઞાનિકનું કહેવું છે કે કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટના કારણે દુનિયામાં સ્થિતિ વધારે બગડી શકે છે. યૂનિવર્સિટી ઓફ મિનેસોટામાં સંક્રામક રોગ વિશેષજ્ઞ માઈકલ ઓસ્ટરોમે કહ્યું કે ડેલ્ટા વેરિઅન્ટ પોતાનું પ્રચંડ રૂપ દેખાડી શકે છે. અને સાથે મોટી સંખ્યામાં આઇસીયુ બેડની જરૂર પડશે. આ વાત તેઓએ એક મીડિયા સાથે કરી હતી. તેમનું માનવું છે કે વાયરસનું આ ખૂબ જ સંક્રમક રૂપ હશે. જો તમે તેનાથી બચશો તો પણ તે તમને શોધી લેશે. આખરે તમને સંક્રમિત કરીને જ છોડશે.

તેઓએ એમ પણ કહ્યું કે કોરોના વેકિસનેશન એક સારી વાત છે. કોરોનાથી બચવા માટે એકમાત્ર ઉપાય વેકિસનેશન છે. તેઓએ કહ્યું કે જો તમે ગંભીર સંક્રમણથી બચવા ઈચ્છો છો તો ફકત પોતાને નહીં પણ અન્ય લોકોને પણ વેકિસન લેવા માટે પ્રોત્સાહિત કરો તે જરૂરી છે.

તેઓએ કહ્યું કે વેકિસનેશન નથી કરાવી રહ્યા તે લોકો પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ટેડરોસ અધોનમ ગેબ્રેયેસુસે પણ ડેલ્ટા વેરિઅન્ટને લઈને ચેતવણી આપી છે. તેઓએ કહ્યું છે કે દુનિયા કોરોના મહામારીના ખૂબ જ ખતરનાક સમયથી પસાર થઈ રહી છે.

ડેલ્ટા વેરિઅન્ટ બાદ કોરોનાના આગામી મ્યૂટેન્ટને લઈને પણ દુનિયામાં ચિંતા જોવા મળી રહી છે. આ માટે ઓસ્ટરહોમે કહ્યું કે કોરોના વાયરસમાં સતત મ્યૂટેશન થઈ રહ્યું છે. આ સમયે ડેલ્ટા વેરિઅન્ટ પોતાની સક્રામક ક્ષમતાથી સૌને ચકિત કરી રહ્યો છે. ડેલ્ટાથી મ્યૂટેટ થઈને તોઈ નવો વાયરસ સામે આવે તો નક્કી રીતે સંક્રામક અને ખતરનાક હોઈ શકે છે. 

(3:00 pm IST)