Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

શિક્ષણ એ વ્યવસાય નથી : તેમાં નફાખોરીને સ્થાન નથી : દિલ્હી સરકારની હાઇકોર્ટમાં દલીલ : ગયા વર્ષે કોવિદ -19 સંજોગમાં પ્રાઇવેટ સ્કૂલો દ્વારા લેવાતી ફી ઉપર લગાવી હતી : પરંતુ સિંગલ જજે દિલ્હી સરકારના નિર્ણયને અમાન્ય કર્યો હતો : આથી સિંગલ જજના ચુકાદાને પડકાર આપતી પિટિશન હાઇકોર્ટમાં દાખલ

ન્યુદિલ્હી :  ગયા વર્ષે કોવિદ -19 સંજોગમાં પ્રાઇવેટ સ્કૂલો દ્વારા લેવાતી ફી ઉપર રોક લગાવતો આદેશ દિલ્હી સરકારે 18 એપ્રિલ તથા 28 ઓગસ્ટ 2020 ના રોજ કર્યો હતો.જેને પ્રાઇવેટ સ્કૂલ સંચાલકોએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો.જેના અનુસંધાને સિંગલ જજે દિલ્હી સરકારના નિર્ણય ઉપર રોક લગાવી હતી.

સિંગલ જજના આ ચુકાદાને દિલ્હી સરકાર તથા છાત્ર સંઘે હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેની સુનાવણી સમયે દિલ્હી સરકાર તથા છાત્ર સંઘના એડવોકેટ ખગેશ ઝાએ પોતાની દલીલો રજૂ કરી હતી. તથા જણાવ્યું હતું કે ખાનગી શાળાઓ દ્વારા શિક્ષણના "વ્યાપારીકરણ અટકાવવા" ના ઉદ્દેશ સાથે ફી નિયમન માટે ડીઈઓને ને સત્તા છે. જે મુજબ ફી ઓછી કરવાનું કહી શકે છે. કારણકે શિક્ષણ એ વ્યવસાય નથી . તેમાં નફાખોરીને સ્થાન નથી .ઉપરોક્ત બાબતે તેમણે જુદા જુદા રાજ્યોના ચુકાદા ટાંક્યા હતા.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(12:56 pm IST)