Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

૯૭% લોકો લાઇફ પાર્ટનરનું પોતાનું ઘર છે કે નહીં, તે બાબતને વધુ મહત્વ આપે છે !

આજની યુવા પેઢી જીવનસાથીની પસંદગી કયા પાસાઓને ધ્યાનમાં લઇને કરે છે, તેના પર વિદ્યાર્થીનું રિસર્ચ : આજની યુવા પેઢી જીવનસાથીની પસંદગીમાં નૈતિક મૂલ્યો કરતા ભૌતિકતા પર વધુ ભાર મૂકે છે : ૧૮ થી ૨૫ વર્ષના શહેરના ૮૨ યુવક અને યુવતીઓના રિવ્યું લેવાયા

નવી દિલ્હી,તા. ૭ : આજની યુવાપેઢી પોતાના લાઈફ પાર્ટનરની પસંદગી કરવામાં કયાં-કયાં પાસાંઓ ધ્યાનમાં લે છે, તે વિશે એમ.એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના વિદ્યાર્થી આમીરહમઝા હિલાલીએ રસપ્રદ રિસર્ચ કર્યું છે. જે માટે તેણે શહેરના ૧૮થી ર૫ વર્ષ સુધીના ૮૨ યુવક-યુવતીઓના રિવ્યુ લીધાં હતા. જેમાં તેનું તારણ રહ્યું છે કે, જીવનસાથીની પસંદગીને લઈને આજની યુવાપેઢીના ધારા- ધોરણો ખૂબ જ અલગ છે. આજની જનરેશન પોતાના જીવનસાથીનું રંગ, રપ, હાઈટ કે અન્ય બાબતો કરતાં સોસાયટીમાં તેનું સ્ટેટસ શું છે, તેની પાસે પોતાનું ઘર છે કે નહીં વગેરે બાબતોને વધુ મહત્વ આપી લગ્નના તાંતણે બંધાય છે.

પોતાના રિસર્ચ વિશે આમીરહમઝા હિલાલીએ કહ્યું હતું કે, મેં આ રિસર્ય અમારા ફેકલ્ટી ડીન ડો.ભાવના મહેતા અને રીસર્ચ ગાઈડ હિરલ પરમારના માર્ગદર્શન હેઠળ કર્યું છે.મેંશહેરના ૪૧ યુવકો અને ૪૧ યુવતીઓના રીવ્યુ લીધાં હતા. ભારતીય સમાજના યુવક- યુવતીઓ માટે આજે પણ લગ્નની પરિભાષા અન્ય દેશની યુવાપેઢી કરતાં તદ્દન જુદી છે. કારણ કે, ભારતમાં લગ્ન માત્ર બે લોકો વચ્ચે જ નહીં, પરંતુ બે પરિવારો વચ્ચે થાય છે. તેથી અહીં ફેમિલિ બેકગ્રાઉન્ડ અને જાતિવાદ આજે પણ જીવનસાથીની પસંદગીમાં જરૂરી પાસું છે.

  • ૭૯.૨૬% લોકોનું માનવું છે કે, લગ્ન સંબંધમાં પરસ્પર સમજણ ખૂબ જરૂરી

હવે સમય સાથે લગ્નની પરિભાષા પણ બદલાઈ છે. મેં જે લોકોના રીવ્યુ લીધાં હતાં તે પૈકી મોટાભાગના લોકો હિન્દુ ધર્મના હતા. આ સ્ટડી પરથી મને જાણવા મળ્યું કે ૭૯.૨૬% લોકોનું માનવું છે કે. લગ્ન સંબંધમાં  ફેમિલિ બેકગ્રાઉન્ડ, કાસ્ટિઝમ કે અન્ય બાબતો કરતા પરસ્પર સમજણ  હોવી ખૂબ જરુરી છે. જયારે ૯૮-.૭૮% ઉત્ત્।રદાતાઓનું માનવું છે કે, લગ્ન માટે પરિવારની સંમતિ જરુરી છે. તેમજ ૭૦.૭૪% લોકોનું માનવું છે કે. જીવનસાથીની પસંદગીમાં ધર્મ મહત્વપુર્ણ પરિબળ છે.

આમીરહમઝા હિલાલી, વિદ્યાર્થી

  • વધતા ડાઇવોર્સ રેશિઓને ઓછો કરવા આ કેસ સ્ટડી ઉપયોગી

આજની પેઢી જીવનસાથીની પસંદગીમાં ભૌતિક મૂલ્યો જેવા કે ઘર, ગાડી, ઇન્કમ, સ્ટેટસ જેવી વસ્તુઓ પર વધુ ભાર મૂકે છે. જ્યારે નૈતિક મૂલ્યો પર તો ધ્યાન આપતા જ નથી. આ કેસ સ્ટડીનો ઉદ્દેશ્ય હાલ જે રીતે દેશમાં ડાઇવોર્સ રેશિઓ વધી રહ્યો છે. તેને ઓછો કરવાનો છે. કારણ કે, આમાં જીવનસાથીની પસંદગીના તમામ પરિબળો સમાવવામાં આવ્યા છે. કારણ કે જો લગ્ન પહેલા લાઇફ પાર્ટનરની પસંદગી માત્ર ભૌતિક પરિબળો નહીં પરંતુ દરેક પરિબળોને ધ્યાનમાં રાખીને કરાય તો ડાઇવોર્સ રેશિઓ આપોઆપ ઘટી જશે. તેથી આ કેસ સ્ટડી ભવિષ્યમાં મહત્વપૂર્વ સાબિત થશે.

-હિરલ પરમાર

  • રિસર્ચ ગાઇડ ૭૦.૬૦% લોકોનું માનવું કે, લગ્ન માટે ૧ -૩ વર્ષનો એજગેપ જરૂરી

સામાન્ય રીતે ભારતમાં લગ્ન માટે છોકરા-છોકરી વચ્ચે ૧થી ૩ વર્ષનો એજ ગેપ જરૂરી છે. ૭૦.૬૦% લોકોનું માનવું છે કે. છોકરા-છોકરી વચ્ચે ૧થી ૩ વર્ષનો એજ ગેપ જરૂરી છે. જયારે ૩.૧૬% લોકોનું માનવું છે કે. લગ્ન માટે બંન્નેની ઉંમર સરખી હોવી જોઈએ. તેમજ ૨૦.૬૪% લોકોનું માનવું છે કે, લાઈફ પાર્ટનર વચ્ચે ૪થી ૬ વર્ષનો એજ ગેપ માન્ય છે. પાર્ટનર વચ્ચે વધતા જતા ઉંમરના બાધને કારણે તેમની વિચારસરણીમા પણ ઘણો ફેર જોવા મળે છે. જેથી ભવિષ્યમાં ડાઈવોર્સના કેસોમાં વધારો જોવા મળે છે.

  • યુવાઓ માટે લગ્ન જેવા નિર્ણયમાં વડીલોની સલાહ આવશ્યક

વિદ્યાર્થી આમિર હિલાલીએ કહું હતું કે. મારા રિસર્યમાં મને બીજુ રસપ્રદ તારણ એ મળ્યુ કે, આપણા દેશની યુવાપેઢી માટે પોતાના જીવનનાં મહત્વપર્ણ નિણંયો જેવા કે, અભ્યાસ, લગ્ન વગેરેમાં આજે પણ વડીલોના સલાહ-સુચન ખુબ જ જરૂરી છે. ૯૦.૭૫ ટકા ઉત્ત્।રદાતાઓનું માનવું છે કે. લગ્ન જેવો મહત્વપુર્ણ નિર્ણય ઘરના વડીલોએ જ લેવો જોઈએ. આજની પેઢી ગમે તેટલી મોર્ડન થઇ ગઈ હોય. પરંતુ આજે પણ લગ્ન જેવા મહત્વપર્ણ નિર્ણયમાં ઘરનાં વડીલોની સલાહ અને સંમતિ તેમની માટે ખૂબ જરૂરી છે. જયારે માત્ર ૯.ર૫ ટકા લોકોનું માનવું છે કે, લગ્ન માટે વડીલોની સમતિની જરૂર નથી.

(11:33 am IST)