Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

૧લી ઓકટોબરથી ખાણીપીણીના વેપારીઓએ બિલ પર રજિ. નંબર દર્શાવવો પડશે

ફૂડ સેફટી ડિસ્પ્લે બોર્ડ ગ્રાહકોને દેખાય તે રીતે મૂકવાના રહેશે

નવી દિલ્હી,તા. ૭: ફુડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયાનાં આદેશ મુજબ હવે ૧લી ઓકટોબરથી ખાણીપીણીના તમામ' વેપારીઓએ વાઉચર તથા બિલ ઉપર રજીસ્ટ્રેશન નંબર દર્શાવવા પડશે. નંબરના' આધારે ગ્રાહકો ઓનલાઇન વેપારીની તમામ વિગતો જાણી શકશે. એ ઉપરાંત રેસ્ટોરન્ટ કેહોટલની આગળ શ્નફુડ સેફટી ડિસ્પ્લે બોર્ડ' ગ્રાહકોને દેખાય તે રીતે મૂકવાનું રહેશે.

ખાદ્ય પદાર્થને લગતા તમામ વેપારીઓએ એફએસએસએઆઇનું લાઈસન્સ ધંધો ચાલુ કરતા પહેલાં લેવુ ફરજીયાત છે. સામાન્ય રીતે ખાધ પદાર્થને લગતા વેપારીઓના રજીસ્ટ્રેશન નંબરની વિગતો ગ્રાહકોને સરળતાથી મળતી નથી. એ કારણે ફુડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયાનાં આદેશ મુજબ ખાદ્ય પદાર્થને લગતા તમામ વેપારીઓએ રજીસ્ટ્રેશન નંબર રીસીપ્ટ અને બિલ પર ઉપરના ભાગે સરળતાતી દેખાય તે રીતે ફરજીયાત દર્શાવવાનો રહેશે.

અત્યારે એફએસએસએઆઇ રજીસ્ટ્રેશન નંબર ફરજીયાતપણે ફકત પેકેજમાં દર્શાવવામાં આવે છે. હવે બિલ કે રિસીપ્ટમાં પણ આવશે. ગ્રાહકોને ખ્યાલ આવે તે માટે આવો નંબર ૧૪ ડિજીટનો બનાવવામાં આવ્યો છે. ગ્રાહકોએ જો કોઇ વેપારીના રજીસ્ટ્રેશન નંબર બાબતે ચકાસણી કરવી હોય તો ઓનલાઇન વેબસાઈટ અને એપ્લિકેશનના માધ્યમથી વેપારીની તમામ વિગતો જાણી શકાશે. ગ્રાહકે ફરિયાદ કરવી હોય તો તેમાં પણ નંબરને આધારે કરી શકશે. ૧લી ઓકટોબર-૨૦૨૧થી ફરજીયાતપણે નિયમનો અમલ કરવા સૂચના આપી છે. આપણે ત્યાં મોટાંભાગનો ખાણીપીણીનો વ્યાપાર બિલ કે રિસીપ્ટ વિના થતો હોય છે. રેકડી કલ્ચર પણ આપણે ત્યાં મોટાંપાયે ફેલાયેલું છે ત્યારે ફકત બ્રાન્ડ કે મોટી દુકાનોમાં ધંધો કરતા હોય ત્યાં જ આનો અમલ થાય એવું લાગી રહ્યું છે. 

(9:58 am IST)