Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

પતિના મર્ડર માટે પત્નીએ મંગળસૂત્ર ગીરવે મૂકયું !

પત્નીએ બોયફ્રેન્ડ સાથે મળીને રૂ.૧ લાખમાં મંગળસૂત્ર ગીરવે મૂકી, ૨ શખ્સોને પતિના મર્ડરની સોપારી આપી હતી અને ત્યારબાદ, આ શખ્સોએ ઘટનાને અંજામ આપતા પતિનું મોત નીપજયું

મુંબઇ,તા. ૭: પતિ પત્નીના સંબંધને ભારતીય સમાજમાં પવિત્ર સંબંધ ગણવામાં આવે છે. પરંતુ, કળિયુગમાં અનેક કિસ્સા એવા સામે આવે છે, જેના કારણે આ સંબંધોની પવિત્રતા પરથી વિશ્વાસ ઉઠી જાય છે. મુંબઈમાં બનેલી એક મર્ડર પરથી પોલીસ તપાસ બાદ, પડદો ઊંચકાતા, પોલીસ ડિપાર્ટમેન્ટ સહિત  મુંબઈવાસીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

મુંબઈમાં રહેતા એક પરિવારમાં પત્નીએ છૂટાછેડા લેવા માટે પતિ સામે માંગણી કરી હતી. પરંતુ પતિએ છૂટાછેડા માટે ના પાડતા, પત્નીએ બોયફ્રેન્ડ સાથે મળીને પતિની હત્યાનો પ્લાન બનાવી લીધો હતો. પત્નીએ બોયફ્રેન્ડ સાથે મળીને રૂ. ૧ લાખમાં મંગળસૂત્ર ગીરવે મૂકી, ૨ શખ્સોને પતિના મર્ડરની સોપારી આપી હતી અને ત્યારબાદ, આ શખ્સોએ દ્યટનાને અંજામ  આપતા,પતિનું મોત નીપજયું હતું. પતિના મર્ડર બાદ, પોલીસે સમગ્ર કેસ સોલ્વ કરતા, સાચી હકીકત સામે આવી હતી અને મૃતકની પત્ની અને તેના બોયફ્રેન્ડ સામે પૂરાવા મળી આવ્યા હતા. પોલીસે દ્વારા વધુ પૂછપરછ કરતા, બીજા ૨ વ્યકિતના નામ ખૂલ્યા હતા.આ બાદ, મર્ડરને અંજામ આપનાર  ૨ આરોપીની પણ ધરપકડ કરી. 

આ સાથે, બીજી ચોંકાવનારી હકીકત પણ સામે આવી હતી કે, જો આ રકમમાં પતિનું કામ તમામ ન થાય તો પત્નીએ સોપારી માટે વધુ પૈસા ભેગા કરવાની પણ તૈયારી રાખી હતી અને પત્ની પતિએ બેન્કમાં મૂકેલી ફિકસ ડિપોઝીટ પણ તોડવાની હતી.

(9:58 am IST)