Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ઇંધણના ભાવ : ત્રણ અઠવાડિયાથી યથાવત્

નવી દિલ્હી,તા. ૭ : સરકાર હસ્તકની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ, ડિઝલ સહિત ઇંધણના ભાવમાં વધારો કે ઘટાડો કરવાનું અટકાવ્યાને ૨૦ દિવસ થઇ ગયા છે. ક્રૂડ તેલના વૈશ્વિક ભાવમાં વધ-ઘટ થયા કરે છે. તેથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ થોભો -અને રાહ જુઓની નીતિ અપનાવી છે. જુલાઇમાં ક્રૂડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ બેરલ ૭૦ ડોલર સુધી ઘટી ગયા હતા. પણ ત્યારબાદ ફરી વધીને ૭૭ ડોલર થયા હતા. પછી વળી ઘટીને ૭૦ ડોલર થયા હતા અને આ મહિને પ્રતિ બેરલ ૭૫ ડોલર સુધી વધી ગયા છે.

રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ૧૦૧.૮૪ છે. જ્યારે ડિઝલનો ભાવ પ્રતિ લીટર રૂાફ ૮૯.૮૭ છે. આ ભાવ ગઇ ૧૮ જુલાઇથી સ્થગિત થયેલો છે.

(9:53 am IST)