Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

જેઈઈ મેઈન જુલાઈ 2021 નું રિઝલ્ટ જાહેર : 17 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ સ્કોર કર્યો

JEE મેઈનની વેબસાઈટ jeemain.nta.nic.in પર રિઝલ્ટની લિંક એક્ટિવ કરી દેવાયું

નવી દિલ્હી: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ JEE મેઈન જુલાઈ 2021 પરીક્ષાનું પરિણામ (JEE Main Result 2021) જાહેર કરી દીધુ છે. JEE મેઈનની વેબસાઈટ jeemain.nta.nic.in પર રિઝલ્ટની લિંક એક્ટિવ કરી દેવાઈ છે. નોંધનીય છે કે એનટીએએ ત્રીજા તબક્કાની જેઈઈ મેઈન પરીક્ષાની ફાઈનલ 'આન્સર કી' 5 ઓગસ્ટના રોજ જાહેર કરી હતી.

આ પરીક્ષા આ વર્ષે એપ્રિલમાં થવાની હતી. પરંતુ કોરોનાની બીજી લહેરના કારણે તેને સ્થગિત કરવી પડી. ત્યારબાદ ક્ષીજા તબક્કાની જેઈઈ મેઈન પરીક્ષાનું આયોજન 20 જુલાઈ 22, 25 અને 27 જુલાઈના રોજ કરવામાં આવ્યું હતું. પૂર પ્રભાવિત ક્ષેત્રોના ઉમેદવારો માટે પરીક્ષા 3 અને 4 ઓગસ્ટના રોજ આયોજિત કરાઈ હતી. સેશન-3ની પરીક્ષા માટે દેશભરમાથી કુલ 7.09 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે રજિસ્ટર કર્યું હતું. દેશભરના 334 શહેરોમાં 828 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરાયું હતું. પરીક્ષા બે શિફ્ટમાં આયોજિત કરાઈ હતી.

Attachments area

(12:47 am IST)