Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

પ્રથમ ટેસ્ટમેચમાં વરસાદના કારણે રમત વહેલી અટકાવી : ઈંગ્લેન્ડની ટીમ હજુ 70 રન પાછળ

ભારતે પોતાના પહેલા દાવમાં 278 રન કરીને 95 રનની લીડ મેળવી: ઇંગ્લેન્ડ 25/0

નવી દિલ્લી: ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ નોર્ટિંઘમમાં રમાઈ રહી છે. આજે ત્રીજા દિવસની રમત વરસાદના (Rain) કારણે અટકી ત્યારે ભારતે પોતાના પહેલા દાવમાં 278 રન કરીને 95 રનની લીડ મેળવી લીધી હતી અને ઈંગ્લેન્ડની ટીમનો બીજો દાવ શરૂ થઈ ગયો હતો. જોકે ઈન્ડિયા પાસે હજુ 70 રનની લીડ છે. અત્યારે ઇંગ્લેન્ડનાં રોરી બર્ન્સ અને ડોમ સિબલી ક્રિઝ પર છે.

બીજી ઈનિંગ શરૂ થતાની સાથે ઈંગ્લેન્ડે સારી શરૂઆત કરી હતી પરંતુ વરસાદને કારણે મેચ સ્થગિત કરવામાં આવી છે.

અંતિમ વિકેટ માટે ભુવનેશ્વર અને સિરાજ દ્વારા સારી બેટીંગ કરવામાં આવી હતી અને અંતે ભારતે 278 રન કરીને 95 રનની લીડ પ્રાપ્ત કરી હતી.

શાર્દુલ ઠાકુરના આઉટ થયા બાદ રવિન્દ્ર જાડેજાએ ફાસ્ટ કરમાવનું શરૂ કર્યું હતું, પરંતુ તે 56 રન કરીને આઉટ થયો હતો.

(11:51 pm IST)