Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

અમેરિકાના ન્યૂજર્સીમાં વૃદ્ધો પાસેથી ૨૩ લાખ ડોલરની છેતરપીંડી કરવાના આરોપસર ભારતીયની ધરપકડ

આ ગુના માટે મહત્તમ વીસ વર્ષની સજા કે અઢી લાખ ડોલરનો દંડ થઈ શકે

નવી દિલ્હી :  અમેરિકામાં ન્યૂજર્સીમાં કાયદાકીય એજન્સીઓએ પોતાને અમેરિકન ફ્રોડ પ્રોહિબિશન ડિપાર્ટમેન્ટનો પ્રતિનિધિ બતાવી વૃદ્ધો પાસેથી કમસેકમ ૨૩ લાખ ડોલર વસૂલ કરનારા ભારતીયની ધરપકડ કરી છે. છેતરપિંડીના આરોપમાં પકડાયેલા આશિષ બજાજને  નોર્થ કેરોલિનામાં મિડલ ડિસ્ટ્રિક્ટના યુએસ મેજિસ્ટ્રેટ જોય એલ વેબસ્ટર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

આ ગુના માટે તેને મહત્તમ ૨૦ વર્ષની સજા અને અઢી લાખ ડોલર અથવા છેતરપિંડીથી મેળવેલી રકમ કે લોકોને થયેલા નુકસાનની રકમની બે ગણી રકમ નુકસાન પેટે આપવી પડશે.

કોર્ટના દસ્તાવેજો મુજબ બજાજે એપ્રિલ ૨૦૨૦થી જુલાઈ ૨૦૨૧ સુધી પોતાના સહ કાવતરાખોરો સાથે મળીને અમેરિકામાં આવેલી બેન્કો સાથે યુએસ ફ્રોડ પ્રોહિબિશનના પ્રતિનિધિ બનીને ઓછામાં ઓછા ૨૩ લાખ ડોલર મેળવ્યા હતા. તે મોટાભાગે વૃદ્ધ પીડિતોને લક્ષ્‍યાંક બનાવતા હતા. તે પીડિતોને કહેતા હતા કે તે કેટલીય નાણાકીય સંસ્થાઓના છેતરપિંડી વિભાગના કેન્દ્ર સાથે કામ કરે છે અને તેનો તેના માટે સંપર્ક કરે છે કેમકે તેમના બેન્ક ખાતા હેક કરી લેવાયા છે.

તપાસ દરમિયાન અધિકારીઓએ ન્યૂજર્સી અને કેલિફોર્નિયામાં પીડિતો સહિત ઘણા શિકાર લોકોની ઓળખ કરી હતી. ફરિયાદમાં આરોપ છે કે આરોપી અને તેની સાથેના સાથી કાવતરાખોરોએ છેતરપિંડી આચરનારાઓને પકડનારા વિશ્વસનીય બેન્ક કર્મચારી બનીને વૃદ્ધ પીડિતોનો ફાયદો ઉઠાવ્યો

(11:29 pm IST)