Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

અફઘાનિસ્તાનમાં મીડિયા સેન્ટરના વડાની તાલિબાને હત્યા કરી : નમાઝ દરમિયાન હુમલાખોરોએ મારી ગોળી

સરકારના ટોચના મીડિયા અને માહિતી અધિકારી દાવા ખાન મીનાપાલની હત્યા

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક પગ પ્રસરતો જઈ રહ્યો છે. તાલિબાન આતંકીઓએ  અફઘાનિસ્તાન સરકારના ટોચના મીડિયા અને માહિતી અધિકારી દાવા ખાન મીનાપાલની હત્યા કરી દીધી. દાવા ખાન મિનાપાલ સરકારી મીડિયા અને માહિતી કેન્દ્રના પ્રમુખ હતા. તાલિબાને શુક્રવારે અફઘાનિસ્તાનના સ્ટેટ ઇન્ફોર્મેશન મીડિયા સેન્ટરના ડિરેક્ટરની ગોળી મારીને હત્યા કરી હતી.

 તાજેતરના મહિનાઓમાં પત્રકારો અને અધિકાર કાર્યકરો પર થયેલા હુમલામાં આ હત્યાઓ છેલ્લી છે. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે જૂથના લડવૈયાઓએ દાવા ખાન મેનાપાલની હત્યા કરી હતી, જે સ્થાનિક અને વિદેશી મીડિયા માટે સરકારના પ્રેસ અભિયાન ચલાવતા હતા. તાલિબાને પહેલેથી જ કહ્યું હતું કે તે હવે વરિષ્ઠ સરકારી અધિકારીઓને નિશાન બનાવશે.

એક સમાચાર એજન્સી અનુસાર દાવા ખાન અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીની આઉટરીચ ટીમમાં પ્રવક્તા તરીકે પણ કામ કર્યુ હતુ. મંગળવારે મેદાન વરદાક પ્રાંતના સૈયદ અબાદ જિલ્લાના જિલા ગવર્નરની પણ તાલિબાન લડવૈયાઓએ કાબુલમાં હત્યા કરી દીધી હતી

દાવા ખાન મિનાપાલ અફઘાન સરકારના મજબૂત સમર્થક હતા અને તાલિબાન અને તેમની નીતિઓનો વિરોધ કરતા હતા. પૂર્વ પત્રકાર અને નાણાં મંત્રાલયના મીડિયા હેકમત રાવનની પણ બે મહિના પહેલા કંધહાર શહેરમાં અજાણ્યા બંદૂકધારીઓએ હત્યા કરી હતી. એવું કહેવાય છે કે રાવન મીનાપાલના નજીકના સહયોગીઓમાંનો એક હતો. હકીકતમાં, તાલિબાને જાહેરાત કરી છે કે તે અમેરિકન અને અફઘાન હવાઈ હુમલાના જવાબમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓને નિશાન બનાવશે. આ પહેલા તાલિબાને અફઘાન સંરક્ષણ મંત્રીના ઘરની બહાર બ્લાસ્ટ કર્યો હતો. તાજેતરના દિવસોમાં તાલિબાને દેશના મુખ્ય શહેરો પર કબજો જમાવી લીધો છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કહેર વધતો જઈ રહ્યો છે. તાલિબાની આતંકી સતત સરકાર, સરકારી અધિકારીઓ અને સરકાર સમર્થકોને નિશાન બનાવી રહ્યા છે, તેમની હત્યા કરી રહ્યા છે

(12:00 am IST)