Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

જોબ છોડ્યા બાદ જૂની કંપનીમાં આજીજી નહી કરવી પડે

EPFO ખાતાધારકો માટે મોટી ભેટ : કર્મી નોકરી છોડી બીજી કંપનીમાં જોડાય છે તો મોટાભાગના કેસમાં જૂની માહિતી અપડેટ કરવામાં કોઇ મદદ કરતું નથી

નવી દિલ્હી, તા. : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ખાતાધારકોની મોટી મુશ્કેલી ખતમ કરી દીધી છે. હવે ખાતાધારકો નોકરી બદલવા પર 'ડેટ ઓફ એક્ઝિટ'ને ઓનલાઇન અપડેત કરી શકશે. પહેલાં જણકારી અપડેટ કરવાનો અધિકાર કંપની પાસે હતો અને તેમાં ખાતાધારકોને પીએફ ખાતું અપડેટ કરવા માટે ખૂબ મુશ્કેલી વેઠવી પડે છે. કોઇપણ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કર્મચારીની સેલરીનો એક ભાગ પીએફ તરીકે કાપવામાં આવે છે. પૈસાને કર્મચારીના પીએફ ખાતામાં જમા કરાવવામાં આવે છે. જ્યાં સુધી કર્મચારી તે કંપનીમાં નોકરી કરે છે ત્યાં સુધી તો તેમાં કોઇ સમસ્યા આવતી નથી પરંતુ જ્યારે કર્મચારી નોકરી છોડીને બીજી કંપનીમાં જતા રહે છે તો મોટાભાગના કેસમાં જૂની જાણકારી અપડેટ કરવામાં કર્મચારીની કોઇ મદદ કરતી નથી. કર્મચારીઓની મુશ્કેલીઓને હવે મોદી સરકારે સોલ્વ કરી દેધી છે. ડેટ ઓફ એક્ઝિટને અપડેટ કરવાનો અધિકાર હવે ખાતાધારકોને આપવામાં આવ્યો છેખાતાધારક સૌથી પહેલાં પોર્ટલ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર યૂએએન અને પાસવર્ડ નાખીને લોગીન કરો. સફળ લોગીન થઇ જતાં મેનેજ પર જાવ અને માર્ક એક્ઝિટ પર ક્લિક કરો. ત્યારબાદ સિલેક્ટ એમ્પલોયમેંટ વડે પીએફ એકાઉન્ટ નંબરને સિલેક્ટ કરો. હવે ડેટ ઓફ એક્ઝિટ અને રીઝન ઓફ એક્ઝિટ પર ક્લિક કરો. પછી રિકવેસ્ટ ઓટીપી પર ક્લિક કરો અને આધાર સાથે લિંક્ડ મોબાઇલ પર આવેલા ઓટીપીને દાખલ કરો. હવે ચેક બોક્સને સિલેક્ટ કરો. ત્યારબાદ અપડેટ પર ક્લિક કરો અને ઓકે પર ક્લિક કરો. આમ કરતાની સાથે તમારી ડેટ ઓફ એક્ઝિટ અપડેટ થઇ જશે.

ઇપીએફઓના અનુસાર જો તમારી એક્ઝિટ ડેટ અપડેટ નથી, તો તમે તમારા ખાતામાંથી પૈસા નિકાળી શકશો નહી અને ના તો ખાતાને ગત કંપનીમાંથી નવામાં ટ્રાંસફર કરી શકો છો પરંતુ હવે EPFO yu  Date of Exit અપડેટ કરવાનો અધિકાર કર્મી આપી દીધા છે. કર્મીઓની ખૂબ મોટી મુશ્કેલી દૂર થઇ જશે

(7:21 pm IST)