Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાએ ડિવોર્સની નોટિસ પાછી ખેંચી

કોરોનાએ અભિનેતાનું લગ્ન જીવન ભાંગતું બચાવ્યું : કોરોનામાં આલિયા અને બાળકોની ખૂબજ કાળજી રાખતાં પત્નીની આંખો ખૂલી જતાં તેણે નિર્ણય ફેરવી તોડ્યો

મુંબઈ, તા. : ગયા વર્ષના મે મહિનામાં નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાએ તેમના ૧૦ વર્ષના લગ્નજીવનનો અંત લાવવાનું નક્કી કર્યું હતું. આલિયાના વકીલે અમારા સહયોગી બોમ્બે ટાઈમ્સને જણાવ્યું હતું કે, નવાઝને તેની પત્ની દ્વારા ડિવોર્સ અને મેન્ટેનન્સ માગતી કાયદાકીય નોટિસ મોકલવામાં આવી છે. જે બાદ આલિયાએ જાહેરમાં આવીને તે વાતનો ખુલાસો કર્યો હતો જેના કારણે તેમના લગ્નમાં તિરાડ પડી હતી. જ્યારે નવાઝે પોતાના પર લાગેલા આરોપોનો જવાબ આપવાનું પસંદ કર્યું હતું.

નવાઝુદ્દીન અને આલિયા વચ્ચેના કડવાશભર્યા સંબંધમાં ટ્વિસ્ટ આવ્યો છે. આલિયાએ હવે ડિવોર્સ માટેની કાયદાકીય નોટિસને પાછી ખેંચી છે. તેણે કહ્યું કે, જ્યારે મને કોરોના થયો ત્યારે નવાઝ માત્ર અમારા બાળકોનું નહીં પરંતુ મારું પણ ધ્યાન રાખ્યું. મેં તેના વિશે કેટલું કહ્યું તેમ છતાં તેણે ધ્યાન રાખ્યું. તેણે અમારા વચ્ચેના અંતરને દૂર કરી દીધું. હું સ્ટ્રેસમાં હતી ત્યારે પણ તેણે મને મદદ કરી હતી. મહામારી મારા માટે આંખ ખોલનારી હતી. મને સમજાયું કે, અમારા માટે સૌથી વધારે જરૂરી છે અમારા બાળકોનો ઉછેર અને તેનું સારું સ્વાસ્થ્ય. અમારા બાળકોની જરુરિયાતમાં અમારી ખુશી છે. અમે અમારા બાળકો માટે અમારી અસમંતિને દૂર રાખી શકીએ છીએ. મેં નવાઝને મોકલેલી નોટિસ પાછી લઈ લીધી છે. મારે ડિવોર્સ નથી જોઈતા. હું અમારા લગ્નને બીજી તક આપવા માગુ છું'.

નવાઝુદ્દીન હાલ લખનઉમાં શૂટિંગ કરી રહ્યો છે. અંગત જીવન વિશે પહેલીવાર મૌન તોડતાં તેણે કહ્યું કે, મને મારા અંગત જીવન વિશે બોલવાનું ગમતું નથી. હું કોઈ પણ પ્રકારની નકારાત્મકતા અથવા નફરત ઈચ્છતો નથી. તે આજે પણ મારા બાળકોની મા છે. અમે એક દશકો સાથે પસાર કર્યો છે. ગમે તે થઈ જાય હું હંમેશા તેને મદદ કરીશ. તેનું ધ્યાન રાખવું તે મારી ફરજ છે. હું અને આલિયા હવે જ્યાં હતા ત્યાં નથી અને બની શકે કે અમે એકબીજા સાથે સંમત હોઈએ. પરંતુ અમારા બાળકો હંમેશા અમારી પ્રાથમિકતા રહેશે. તેઓ અમારા કારણે પરેશાની નહીં ભોગવે. સંબંધો બનતા-બગડતા રહે છે, તેની અસર બાળકો પર થવી જોઈએ. હું સારો પિતા બનવા માગુ છું.

નવાઝ શોરા અને યાની એમ બાળકોનો પિતા છે. બંને ઘણીવાર તેને કંપની આપવા માટે સેટ પર જાય છે. એક્ટરે કહ્યું કે, 'માણસાઈ બધુ છે. પહેલા સારા વ્યક્તિ બનો. અમે ઘણું સહન કર્યું છે. જો મહામારીએ તમને બદલ્યા, તો તમને કોઈ નહીં બદલી શકે. હું હંમેશા તેની સાથે રહીશ. દરેકને આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે'.

(12:00 am IST)