Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં પાણીનું ભયંકર સંકટ : ફ્લશનો ઉપયોગ ઓછો કરવા કહેવાયું !

શહેરની 40 લાખની વસ્તી માટે વિકટ સ્થિતિ :કાર ધોવા મનાઈ: બગીચા અને સ્વિમિંગ-પૂલમાં પાણી ન ભરવાની સલાહ

 

 દક્ષિણ આફ્રિકાનાં કેપટાઉન શહેરમાં પાણીનું ભયંકર સંકટ સર્જાયું છે અંદાજે 40 લાખની વસ્તી ધરાવતા કેપટાઉન પાણીનાં ભીષણ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. સતત  ત્રણ વર્ષ સુધી ચાલેલા દુકાળે શહેરની કમર તોડી નાખી છે, હવે શહેરમાં માત્ર 90 દિવસની અંદર પાણી પૂરું થઈ જશે.વધતી જતી વસતીને પગલે સ્થિતિ વણસી રહી છે.જેના કારણે કેપટાઉનમાંકાર ધોવા મનાઈ ફરમાવી છે.તેમજ ટોઇલેટના ફ્લશનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા કહેવાયું છે

  ઉપરાંત બગીચા અને સ્વિમિંગ-પૂલમાં પાણી ભરવાની સલાહ અપાઈ છે. લોકોને કહેવાયું છે કે નહાવાનું પાણી રિસાઇકલ કરે અને વોશિંગમશીનનો ઉપયોગ ઓછો કરે.આખા શહેરમાં નળ પરથી પાણી લેવા માટે લાંબી લાઇન જોવા મળે છે. છેલ્લાં પાંચ વર્ષમાં સિંચાઈ બહુ ઓછી થઈ છે.

(12:32 am IST)