Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

મુસ્‍લિમ રાષ્‍ટ્રોમાં વસતા લઘુમતિ સહિત તમામ કોમના લોકોને સમાન અધિકારો મળવા જોઇએઃ યુ.એસ.ના વોશીંગ્‍ટનમાં ૫ થી ૭ ફેબ્રુ.૨૦૧૮ દરમિયાન મળેલા ‘‘રિલીજીયસ ફોર પિસ'' સંમેલનમાં મુસ્‍લિમ રાષ્‍ટ્રોના પ્રતિનિધિઓનું ઉદબોધન

વોશીંગ્‍ટનઃ યુ.એસ.ના વોશીંગ્‍ટનમાં પ ફેબ્રુ.થી ૭ ફેબ્રુ.૨૦૧૮ દરમિયાન ‘રિલીજીયસ ફોર પિસ'તથા ‘‘ફોરમ ફોર પ્રમોટીંગ પિસ ઇન મુસ્‍લિમ સોસાયટી'' આયોજીત સંમેલન મળ્‍યુ હતુ. જેમાં યુનાઇટેડ નેશન્‍શના પ્રતિનિધિ તથા ભારતના પ્રતિનિધિ સહિત વિવિધ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જેમાં ઉપસ્‍થિત તમામ આગેવાનો જેવા કે અબુધાબીના પ્રિન્‍સ શેખ મોહમ્‍મદ બિન તથા વિદેશ મંત્રી શેખ અબ્‍દુલ્લા ફિનલેન્‍ડના વિદેશમંત્રી ટીમો સોઇતી સહિત સહુએ મુસ્‍લિમ રાષ્‍ટ્રોમાં વસતા લઘુમતિ સહિત તમામ લોકોને સમાન અધિકારો મળવા જોઇએ તેવું એલાન કર્યુ હતું.

આ સંમેલનમાં બે વર્ષ પહેલા તૈયાર કરાયેલ ‘મદીના ચાર્ટર' યાદ કરાયું હતું.જેમાં ઉપરોક્‍ત બાબત છે. તથા તેને મહમ્‍મદ પયગંબર સાહેબે તમામ કોમના લોકોને સમાન અધિકાર તથા ફરજ હોવાના સંદેશ મુજબ તૈયાર કરાયુ હતું.

સંમેલનમાં અગ્રણીઓએ કરેલા ઉદબોધનો મુજબ ધર્મ હિંસા નથી શીખવતો પરંતુ પ્રેમ અને શાંતિનો સંદેશ આપે છે. યુધ્‍ધ નહીં કરવાનું જણાવે છે સંમેલનના સારરૂપ પ્રસિધ્‍ધ થનારા મુદાઓને ‘વોશીંગ્‍ટન ડિકલેરેશન'તરીકે પ્રસિધ્‍ધ કરાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:16 pm IST)