Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

મોદી વર્ષ ૨૦૧૪ લોકસભા ચૂંટણીની સ્ટાઇલમાં દેખાયા

લોકસભામાં ૯૦ મિનિટ સુધી આક્રમક નિવેદન : કોંગ્રેસના એક એક આક્ષેપોનો જવાબ આપ્યો : કોંગ્રેસના નેતાઓના નામનો ઉલ્લેખ કરી તર્કદાર દલીલો પણ કરી

નવીદિલ્હી, તા. ૭ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા અને રાજ્યસભામાં આજે આક્રમક નિવેદન કરીને તમામને પ્રભાવિત કર્યા હતા. લોકસભામાં ૯૦ મિનિટ સુધી તેમનું ભાષણ ચાલ્યું હતું જેમાં એક એક આક્ષેપોના જવાબો મોદીએ આપ્યા હતા. આંકડા સાથે મોદી દેખાયા હતા. વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી દરમિયાન મોદી જે સ્ટાઇલમાં આક્ષેપો કરી રહ્યા હતા તે સ્ટાઇલમાં નજરે પડ્યા હતા. એનપીએનો મામલો જોરદારરીતે ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, એનપીએ માટે કોંગ્રેસ જવાબદાર છે. એનપીએ માટે તેમની પાર્ટી જ સંપૂર્ણપણે જવાબદાર છે. અમારા શાસનકાળમાં એક પણ લોન એનપીએ થયા નથી. સ્વચ્છ ભારત અભિયાન કોઇ આગામી ચાર રસ્તા સુધી મર્યાદિત નથી. દેશના લોકોના હક માટેની આ લડાઈ છે. વિદેશમાં ભારતની છાપને ખરાબ કરવાનો પણ મોદીએ કોંગ્રેસ ઉપર સીધો આક્ષેપ કર્યો હતો. બજેટની યોજનાઓ અંગે પણ માહિતી આપી હતી.

(7:30 pm IST)