Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

મોડુ રિટર્ન ફાઇલ કરનાર સહકારી મંડળીના કરમુકિતના બધા લાભ આંચકી લેવાશે

કરદાતાઓએ જુલાઇ-સપ્ટેમ્બરની નિર્ધારિત તારીખ સુધીમાં હવે ટેક્ષ ભરી દેવો પડશે : લેટ લતીફ કરદાતા પાસે પ૦૦૦ થી ૧૦,૦૦૦ સુધી દંડ વસુલાશે

નવી દિલ્હી તા. ૭: આવકવેરો ભરવામાં આળસ કરનારા સામે સરકારે હવે કડક મિજાજ અપનાવ્યો છે. ચાલુ વર્ષના કેન્દ્રીય બજેટમાં નાણામંત્રીએ ચુપકીદીથી લેટ લતીફોને ફટકાર લગાવતી જોગવાઇ આવકવેરાના કાયદામાં સામેલ કરી દીધી છે. નવા નિયમ મુજબ હવે વ્યકિતગત, પેઢી સહિતના કરદાતા જો મોડું રિટર્ન ફાઇલ કરશે તો પ૦૦૦ થી ૧૦,૦૦૦ સુધીનો દંડ ભરવો પડશે. જયારે સહકારી મંડળીઓના કિસ્સામાં તો કરમુકિતના લાભ પણ પાછા ખેંચી લેવામાં આવશે.

ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯ માટે ૩૧ જુલાઇ સુધીમાં વ્યકિતગત કરદાતા આવકવેરા રિટર્ન નહીં ભરે તો ૧ સપ્ટેમ્બર બાદ પ૦૦૦નો દંડ ભરવો પડશે. દંડ વિના રીટર્ન અપલોડ જ થશે નહીં. ૩૧ ડિસેમ્બર સુધી પ૦૦૦નો દંડ ગણાશે. ૧ જાન્યઁુઆરી બાદ દંડની રકમ બેગણી થોઇ ૧૦,૦૦૦ થઇ જશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિરેશ રૂદલાલ જણાવે છે કે, આવકવેરાના ર૦૧૮ ની નવી કલમ ૮૦-એ.સી. ની જોગવાઇ મુજબ ઇન્ફ્રાસ્ટ્રકચર, એસ.ઇ. ઝેઙ હાઉસિંગ, નિર્દેશિત વિસ્તારમાં હોટલો અંગે નિર્ધારિત તારીખ પહેલાં રિટર્ન ભરવા અંગેનો કાયદો અમલમાં છે. પરંતુ હવે નવી કલમ ૮૦-એચએચ થી ૮૦-આરઆરબીનો ઉમેરો કરાયો છે. જેમાં વિવિધ કપાતોનો લાભ મળે છે. સહકારી મંડળીઓને મળતી વિવિધ કપાતો અંગેની કલમ ૮૦ પી પણ સામેલ છે. જેમાં ધિરાણ કરનારી મંડળીઓ, ખેતપેદાશોવાળી મંડળીઓ, વેરહાઉસ, ગોડાઉન ભાડા બાદ લેતી મંડળીઓ અન્ય સહકારી મંડળી કે બેન્કોમાં મુકેલી થાપણ પર વ્યાજ બાદ માગતી મંડળીઓનો સમાવેશ થાય છે. આ તમામ મંડળીઓએ નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯નું આવકવેરા રિટર્ન નિર્ધારિત એટલે કે ઓડિટવાળા કેસોમાં સપ્ટેમ્બર અને ઓડિટ વિનાના કેસમાં જુલાઇ પહેલાં ભરવું પડશે. અન્યથા કરકપાતના લાભ મળશે. નહીં.

કરલાભ મેળવી મોડું રિટર્ન ભરનાર મંડળીને ર૦૦ ટકા પેનલ્ટી

સહકારી મંડળીઓ માટે સરકારે વધુ કડક વલણ અપનાવ્યું છે જો મંડળીઓ કરમુકિતનો ાલભ (ડિકશન) મેળવી મોડું રિટર્ન ફાઇલ કરે તો તમામ લાભ પાછા ખેંચી લઇ ર૦૦ ટકાનો દંડ ફટકારવામાં આવશે. નોંધનીય છે કે તાજેતરમાં જ આવકવેરા વિભાગ દ્વારા સહકારી મંડળીઓને નોટિસ ફટકારી થાપણ પર વ્યાજની આવક પર કરની વસુલાત કાઢવામાં આવી હતી. ત્યારે ભારે હોબાળો મચ્યો હતો. હવે આકરા દંડ અને કરમુકિતના લાભ પાછા ખેંચી લેવાની જોગવાઇથી સહકારી ક્ષેત્રમાં ફરી રોષ ભભુકી ઉઠે તેવી શકયતા જોવાઇ રહી છે.

(3:33 pm IST)